તસ્વીર: કુંજન પાટણવાડીયા
પ્રતિનિધિ:ડાકોર
ડાકોર રણછોડજી મંદિરમાં દર વર્ષે ફાગણોત્સ્વની ઉજવણી થાય છે જેમાં દૂર દૂરથી લોકો પગપાળા ડાકોર આવતા હોય છે સૌથી મોટો આ ઉત્સવ આ વર્ષે તારીખ ૧૩ અને ૧૪ માર્ચે ઉજવાશે આ ઉત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ અન્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય તેના માટે ખેડા જિલ્લા કલેકટર ની દોરવણી હેઠળ એક મીટીંગ ડાકોર ખાતે મળી હતી
ફાગણ સુદ પૂનમ નિમિત્તે રણછોડરાયજીના મંદિર ડાકોર ખાતે ફાગણોત્સવની ઉજવણી થનાર છે. જે સંદર્ભે તારીખ ૧૦ થી ૧૫ માર્ચ દરમિયાન સમગ્ર રાજ્યમાંથી અને ખાસ કરીને નજીકના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ ડાકોર ખાતે પધારશે. માટે કાયદો અને વ્યવસ્થા, જાહેર વ્યવસ્થા તથા યાત્રાળુઓની સગવડ, તેમની સલામતીના સુચારું આયોજન માટેની પૂર્વ તૈયારી જેવા વિવિધ આયોજનો બાબતે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ડાકોર સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સમગ્ર મેળા દરમ્યાન સમગ્ર ખેડા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી જળવાઈ રહે તે માટે ખાસ સૂચનો આપવમાં આવ્યા હતા. ખાસ કરીને, દર્શન કરતી વખતે થતી ભાગદોડ રોકવા માટેના ખાસ આયોજન તથા આડબંધના સૂચારુ સંચાલનની કામગીરી તથા ધક્કામુક્કી / નાસભાગ જેવી કોઈ અનિશ્ચિય ઘટના ના બને તે માટે આગોતરૃ આયોજન ગોઠવવા અંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા દ્વારા માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા. વધુમાં સીસીટીવી અને પીટીઝેડ કેમેરા દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ કોઈ આકસ્મિક બનાવ બને તો તેને પહોંચી વળાય તે હેતુસર ઈલેકટ્રોનીક સર્વેલન્સ અંગેની કામગીરી કરવા અંગે સૂચિત કરવામાં આવ્યા હતા ગોમતી તળાવ ફરતે તથા ગળતેશ્વર મંદિર અને નદી પટ્ટ વાળા વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા અંગે પણ આયોજન કરવામાં આવનાર છે અને ડાકોર ફાગણી પુનમ મેળા દરમ્યાન ડાકોર પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે ૭ પોલીસ સહાયતા કેન્દ્રોનું આયોજન કરવામાં આવશે. ફાગણી પુનમ મેળા દરમિયાન પોલીસ બંદોબસ્ત કુલ ૮ સેક્ટરમાં વહેંચવામાં આવશે અને દરેક સેક્ટરમાં સુપરવીઝન તરીકે નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી રહેશે. યાત્રાળુઓના ફૂટ ઉપર તૂટેલા અથવા પડી ગયેલા તથા ભયજનક હોય તેવા વૃક્ષોના નિકાલ તથા વન કુટીરોની સફાઈ અને પાણીની વ્યવસ્થા કરવા તથા તેની વ્યવસ્થા સૂચવતા જંગલ વિભાગના બેનર્સ લગાવવા અંગે વન વિભાગનો યોગ્ય કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર જી.એચ. સોલંકી, નાયબ વન સંરક્ષક અભિષેક સામરીયા, અધિક નિવાસી કલેકટર જે.બી. દેસાઈ સહિત વહીવટી તંત્રના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા.