PANCHMAHALSHEHERA

જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ ની પરીક્ષા અન્વયે તા.૨૭ ફેબ્રુઆરી થી તા.૧૭ માર્ચ સુધીનું જાહેરનામું

જિલ્લામાં આવેલા પરીક્ષા કેન્દ્રની ચર્તુદિશાની ચોતરફ ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલ તમામ વિસ્તારમાં કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ

 

ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એસ.એસ.સી. તથા એચ.એસ.સી (સા.પ્ર/વિ.પ્ર)ની પરીક્ષાઓ આગામી તા.ર૭/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૩/૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન પંચમહાલ જિલ્લાના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો ઉપર યોજાનાર છે. આ પરીક્ષાઓનું સંચાલન સરળતાપૂર્વક થાય, અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વગર ખંડ નિરીક્ષકો નિરીક્ષણ કાર્ય કરી શકે તથા પરીક્ષાર્થીઓ શાંતિમય અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાપૂર્વક તથા ગેરરીતિ કરવાના પ્રલોભનથી દોરાયા વગર પરીક્ષાઓ આપી શકે તે માટે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડી.એમ.દેસાઈ. એ તેમને મળેલ સત્તાની રૂએ તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૩/૨૦૨૫ સુધી (બન્ને દિવસો સહિત) સવારના ૦૯-૦૦ કલાકથી સાંજના ૧૯-૦૦ કલાક સુધીના સમયગાળા માટે જિલ્લામાં આવેલ પરીક્ષા કેન્દ્રો ખાતે કેટલાક કૃત્યો કરવા પર મનાઈ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.
આ જાહેરનામા મુજબ અનુસૂચિત પરીક્ષા કેન્દ્રની ચર્તુદિશાની ચોતરફ ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલ તમામ મકાનો, જગ્યા, સ્થળ અને વિસ્તારમાં કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જે અનુસાર પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધિત કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત વ્યકિતઓએ અવર-જવર કરવા ઉપર, કાયદેસરની ફરજ બજાવનારાઓને કોઈપણ પ્રકારે અડચણ કે અવરોધ કરવો કે કરાવવા ઉપર, તેમજ કોઈપણ ઈસમે કોઈપણ પ્રકારની તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી કે કરાવવા ઉપર, પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ-વિક્ષેપ-ધ્યાનભંગ થાય તેવુ કોઈ કૃત્ય કરવું/કરાવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
પરિક્ષાર્થીઓ,શિક્ષકો,સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ પરના તમામ સ્ટાફએ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ વસ્તુ, અથવા ઈલેક્ટ્રોનીક આઈટમ જેવી કે મોબાઈલ ફોન, પેજર, કેમેરા, લેપટોપ, કોમ્પ્યુટર, કેલ્કયુલેટર ઈત્યાદી ઉપકરણોના ઉપયોગ કરવા ઉપર તથા પુસ્તકો, કાપલીઓ, ઝેરોક્ષ નકલો કે પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા સ્થળમાં લઈ જવા, વહન કરવા કે તેમાં મદદગારી કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, પણ આ પ્રતિબંધ ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અધિકૃત રીતે સાદા કેલકયુલેટરનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવેલ છે તેને લાગુ પડશે નહી.
વધુમાં પરીક્ષાખંડમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને અન્ય કોઈ વ્યકિત અથવા જાતે પરીક્ષામાં ચોરી કરવી, કરાવવી, કે તે પ્રકારના કામમાં મદદગારી કરવી તેમજ પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારનું સાહિત્યની આપ-લે કરવી કે કરાવવા ઉપર તથા પરીક્ષાના દિવસો દરમ્યાન સવારના ૦૯-૦૦ કલાકથી સાંજના ૧૯-૦૦ કલાક સુધી અનુસૂચિમાં જણાવેલ પરીક્ષાના સમગ્ર વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ કોપીઅર, ફેકસ મશીન સંચાલકોએ કોપીઅર મશીન ઉપયોગ કરવા કે ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઈસમ શિક્ષાને પાત્ર થશે.

Back to top button
error: Content is protected !!