સાધલી ખાતે બ્રહ્મ કુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય શાખા દ્વારા મહા શિવરાત્રીના પર્વ કાર્યક્રમ યોજાયો

ફૈઝ ખત્રી….શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામે કોમ્યુનિટી હોલ બહાર બ્રહ્મ કુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય સાધલી શાખા ના સંચાલિકા બ્રહ્મ કુમારી જ્યોતિ બેન તેમજ બ્રહ્મ કુમારી પારુલ બેન ના સાનિધ્ય માં મહા શિવરાત્રી કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ના ભાઈઓ બહેનો દ્વારા 89 મી શિવ જયંતિ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત 2025 ના વર્ષથી સંસ્થા દ્વારા ડાયમંડ જયુબિલી વર્ષ તરીકે અલગ અલગ કાર્યક્રમોના આયોજન રૂપે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રહ્મ કુમારી સાધલી શાખાના સંચાલિકા જ્યોતિ બેન તેમજ પારુલ બેન ના સાનિધ્ય માં આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં બ્રહ્મ કુમારી શાખાના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લાભ લઇ ધન્યતા અનુભવી હતી..




