અરવલ્લી: મંત્રી ભીખુસિંહના પુત્રોનો મારામારીનો વીડિયો વાયરલ, બાબતે મંત્રીને વિધાનસભામાં પત્રકારોએ સવાલ પૂછતાં મંત્રીએ “જય શ્રીરામ” કહી ચાલતા થયા
મંત્રીના પૌત્રને માર્યો હોય તો તે પણ કાયદાકીય રીતે મારનાર સામે પોલીસમાં ફરિયાદ થવી જોઈએ

અહેવાલ
અરવલ્લી
અરવલ્લી: મંત્રી ભીખુસિંહના પુત્રોનો મારામારીનો વીડિયો વાયરલ, બાબતે મંત્રીને વિધાનસભામાં પત્રકારોએ સવાલ પૂછતાં મંત્રીએ “જય શ્રીરામ” કહી ચાલતા થયા
અરવલ્લી : મંત્રીના પુત્રો દ્વારા યુવકને માર મારવાના મામલે 36 કલાકથી વધુ સમય વિવિતા છતાં ફરિયાદ ન નોંધાઈ,
પેટા બોક્સ:- અરવલ્લી જિલ્લા ભાજપ યુવા મોરચાનો પ્રમુખ અમિષ પટેલ પણ મારામારી કરતો નજરે પડ્યો, બેટ,લાકડી વડે યુવક ઉપર તૂટી પડેલા શખ્સો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી ન થતાં પોલીસની કામગીરી સામે સવાલો
પેટા બૉક્સ:- આમ જનતા ને હવે પોલીસ પર ભરોસો રાશે કે નહિ..? એ પણ એક સવાલ
પેટા બૉક્સ:- અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે નિવેદન આપતા કહયું….કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કહેનાર સહકાર મંત્રીના પુત્રનો વરઘોડો નીકળશે કે નહીં એ પણ જોવું રહ્યું
પેટા બોક્સ:- મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો અને યુવા ભાજપ મોરચાના હોદ્દેદારના કારસ્તાનનો વીડિયો વાયરલ થયાના ત્રણ દિવસ બાદ પણ જિલ્લા પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં કરાતા પ્રજાને અચરજ
પેટા બોક્સ:- અરવલ્લી જિલ્લા પોલીસવડા કડક છાપ ધરાવે છે તો જિલ્લા વાસીઓને તમારી પોલીસ પર ભરોસો કેમ નથી..? આ બાબતે ગાંધીનગર રેન્જ આઈ.જી.સાહેબને તપાસ સોંપવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે
મોડાસાના ભાજપના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના બે પુત્રો અને અરવલ્લી ભાજપના યુવા મોરચાના પ્રમુખ યુવકને જાહેરમાં મારમાર્યાનો વીડિયો વાઇરલ થયો હતો.આ મામલે યુવકે ફરિયાદ કરવાનું ટાળ્યું છે.જેને લઈ હવે પોલીસ ફરિયાદી બનશે કે નહીં તેને લઈ તર્કવિતર્ક થઈ રહ્યા છે.સમગ્ર મામલે ભીનું સંકેલી લેશે
મંત્રીના પુત્રો ધ્વારા યુવકને માર મારવાના મામલે વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અરવલ્લી જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો ઘટનાના 36 કલાક પછી પણ જિલ્લા પોલીસ ધ્વારા કોઇપણ ફરીયાદ ન નોંધાતા પોલીસ તેમજ જિલ્લા પોલીસ વડા સામે અનેક સવાલો ઊભા થયા છે પ્રજાને હવે પોલીસ પર ભરોસો રહેશે કે નહીં એ પણ એક સવાલ ઉભો થયો છે
મોડાસા પંથકમાં એક યુવકને શખ્સો દ્વારા માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો જેની અંદર મોડાસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રીના બે પુત્રો તેમજ અરવલ્લી ભાજપ યુવા મોરચાના પ્રમુખ દ્વારા માર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો કયા કારણોસર ભાજપના નેતાના પુત્રએ કાયદો હાથમાં લેવાની ફરજ પડી એના પણ સવાલ ઊભા છે સમગ્ર ઘટનામાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનથી લઈને જિલ્લા પોલીસ વડા સામે અનેક સવાલો ઊભા થયા છે જેમાં ઘટનાના 36 કલાક કરતા પણ વધુ સમય વિતવા આવ્યો હતો હજુ સુધી જે પણ ગુનેગાર છે એમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી કે કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધવામાં નથી આવી ત્યારે જિલ્લા પોલીસ સામે અનેક સવાલો ઊભા થયા છે આ બાબતે અરવલ્લી કોંગ્રેસના પ્રમુખ કમલેન્દ્રસિંહ એ ઘટનાને શરમજનક ગણાવી હતી અને નિવેદન આપ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કહેનાર સહકાર મંત્રીના પુત્રનો વરઘોડો નીકળશે કે નહીં એ પણ જોવું રહ્યું પોલીસ ફરિયાદ કરવાને બદલે કાયદો હાથમાં લેનાર સામે કાર્યવાહી થશે ખરી એ પણ જણાવ્યું હતું . જિલ્લા પોલીસવડા ધ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી તેવી અપીલ પણ કોંગ્રેસ પ્રમુખે કરી હતી સરકારમાં બેઠેલા વ્યક્તિઓ અને ભાજપના હોદ્દેદારો પોતે આવું કૃત્ય કરે તે નીંદનિય બાબત છે તેમ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું.
બોક્સ:- વિપક્ષનો સરકારને સીધો સવાલ, હવે મંત્રીના પુત્રોનો વરઘોડો કયારે કાઢશો.?
આ ઘટના અંગે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે જણાવ્યું હતું કે ,વારંવાર ગૃહમંત્રી કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો,ત્યારે ભાજપના જવાબદાર વ્યકિતઓ દ્વારા કરવામાં આવેલ કૃત્ય સામે કાયારે પગલાં ભરવામાં આવશે.જાહેરમાં દબંગગીરી કરનારનો વરઘોડો કયારે કાઢવામાં આવશે.ભાજપનો ખેસ પહેરો એટલે લુખ્ખાગીરીનું લાયસન્સ મળી જાય છે….અરવલ્લી: મંત્રી ભીખુસિંહના પુત્રોનો મારામારીનો વીડિયો વાયરલ, બાબતે મંત્રીને વિધાનસભામાં પત્રકારોએ સવાલ પૂછતાં મંત્રીએ “જય શ્રીરામ” કહી ચાલતા થયા તેવા સવાલો કરી કોંગ્રેસે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસને અપીલ કરી હતી.
બોક્સ:- મંત્રીના પૌત્રને માર્યો હોય તો તે પણ પોલીસમાં ફરિયાદ થવી જોઈએ
મંત્રીના પુત્રો અને ભાજપના હોદ્દેદારે એક યુવકને ઢોર માર માર્યાનો વીડિયો વાયરલ થયો છે.સામે પક્ષે મંત્રીના પૌત્રને શાળામાં જતી વખતે રીક્ષા ચાલકે માર માર્યો હોવાનો પણ વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. ત્યારે કાયદો હાથમાં લેનાર રીક્ષા ચાકલ સામે પણ ગુન્હો નોંધવામાં આવે અને મંત્રીના પુત્રો તેમજ ભાજપના હોદ્દેદારો સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવુ લોકો માની રહ્યા છે.
બોક્સ:- અરવલ્લીમાં ભીખુસિંહ પરમારના પુત્રોનો મારામારીનો વીડિયો વાયરલ, બાબતે મંત્રીને વિધાનસભામાં પત્રકારોએ સવાલ પૂછતાં મંત્રીએ “જય શ્રીરામ” કહી ચાલતા થયા
રાજ્યમાં જો તમે ભાજપમાં છો તો તમને ગુનો કરવાનો પરવાનો મળી જાય છે. આવું અમે નથી કહી રહ્યા પણ છેલ્લા કેટલાક સમયમાં સામે આવેલી કેટલીક ઘટનાઓ છે તે સાબિત કરે છે.
ભાજપના કોઈ નેતા કે તેમના પુત્રની સંડોવણી બુટલેગરો સાથે, દુષ્કર્મમાં, કૌભાંડોમાં હોય કે પછી કોઈ પણ મોટા ગુનામાં સંડોવણી હોય તો સજા તો ખુબ દૂરની વાત છે ઉલટાનું આવા લોકોને છાવરવાનું કામ કરે છે.હર્ષભાઈ ખુબ મોટે મોટેથી કહે છે કે ગુનેગાર કોઈ પણ હશે વરઘોડા તો નીકળશે અને સજા પણ મળશે. પણ જો તમે ભાજપ (BJP)ના મંત્રીપુત્ર છો તો કાયદો તમારા હાથમાં છે. તેવું સાબિત કરતો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હવે મંત્રીજીને વિડીયો બાબતે પ્રશ્ન પૂછતાં જ જવાબ આપવાથી ભાગ્યા.
અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ સાથે જ મંત્રી ભીખુસિંહ પરમાર આજે વિધાનસભા પહોંચ્યા હતા. વિધાનસભા પહોંચતા જ પત્રકારોએ તેમને ઘેરી લીધા. અને તેમના પુત્રના મારામારીના અને જાહેરમાં દાદાગીરી કરતો વિડીયો વાયરલ થયો તે મામલે પ્રશ્ન પૂછ્યા હતા. પણ મંત્રીસાહેબ તો દીકરાની કરતૂસ પર કંઈ બોલવા તૈયાર નથી. અને તેના જ કારણે હવે મંત્રીસાહેબે જવાબમાં માત્ર “જય શ્રી રામ” કહી ચાલતા થઇ ગયા. એટલે મંત્રીસાહેબ જવાબ પણ આપી શકતા નથી. તેવા કામ એમનો પુત્ર કરે છે. ત્યારે આવા નેતાઓ અને તેમના પુત્રો પર પોલીસ અને ભાજપ બંને ક્યારે એક્શન લેશે તે જોવું રહ્યું.!!




