કાંકરેજ તાલુકાના નાથપુરામાં ચાલતી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પુર્ણાહુતી..
કાંકરેજ તાલુકાના નાથપુરા- કુડવા ખાતે શ્રી વડેચી ગૌશાળા ના લાભાર્થે શ્રી વિક્રમ પ્રસાદ શાસ્ત્રીજી (રૈયા)ના મુખારવિંદે

કાંકરેજ તાલુકાના નાથપુરામાં ચાલતી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પુર્ણાહુતી..
કાંકરેજ તાલુકાના નાથપુરા- કુડવા ખાતે શ્રી વડેચી ગૌશાળા ના લાભાર્થે શ્રી વિક્રમ પ્રસાદ શાસ્ત્રીજી (રૈયા)ના મુખારવિંદે સંવત ૨૦૮૧ ના મહાવદ-૭ ને ગુરવાર ૨૦ મી ફેબ્રુઆરી ૨૦૨૫ થી બપોરે ૧૨ થી સાંજે ૪ કલાક સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અવિરત ચાલી ચાલી રહી છે જેની આજે પુર્ણાહુતી કરવામાં આવી હતી.કથાના મુખ્ય યજમાન લોઢા લીલાભાઈ કરશનભાઈ,પોથીયાત્રા સુથાર ચમનભાઈ મહાદેવભાઈ,પ્રથમ દિવસના ભોજન પ્રસાદ સ્વ. કુંવરબેન રામચંદજી બનાજી ઠાકોર પરિવાર,આજે સમાપનના દિવસે ભોજન પ્રસાદ સમસ્ત મકવાણા (દેસાઈ) પરિવાર નાથપુરા સહીત અનેક દાતાઓએ ચડાવા લઈ અનેક દાતાઓએ રોકડ રકમ આપી સહભાગી થયા હતા.કથા માં આત્મદેવ કથા,પરીક્ષિત જન્મ કથા,ભીષ્મપિતામહ કથા,ગજેન્દ્ર મોક્ષકથા,શ્રીરામ જન્મકથા, બલિરાજા વામન કથા,કૃષ્ણ જન્મોત્સવ કથા,કૃષ્ણ લીલા, ગોવર્ધન કથા,કંશ વધ,રૂક્મણી વિવાહ કથા,સુદામા કથાનું રસપાન કરી જુદા જુદા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખીઓ આજુબાજુ ના ગામડાઓમાંથી વિશાળ સંખ્યામાં શ્રોતાજનોએ નિહાળી હતી.ગઈ કાલના પાવન અવસરે માવરીયા ગાંડાભાઈ સગથાભાઈ પરિવારે આરતીનો લાભ લીધો હતો.દેસાઈ પાંચાભાઈ હરિભાઈ અધગામ, મલાભાઈ ગણેશભાઈ થરા, રજીસ્ટાર ઓફિસ પાલનપુરના ઈશ્વરભાઈ પ્રજાપતિ (મોટાસડા), રજીસ્ટાર ઓફિસ પાલનપુરના મોદીભાઈ નું આયોજકોએ સન્માન કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન ધાનાસરી પ્રાથમિક શાળા થરાના આચાર્ય જોરાભાઈ દેસાઈએ કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530






