માતવા ગામની સ્થાનિક મહિલાને ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસ 108 ની ટીમે સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ જુડવા બાળકોની પ્રસૂતી કરાવી
AJAY SANSIFebruary 27, 2025Last Updated: February 27, 2025
11 1 minute read
તા.૨૭.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:માતવા ગામની સ્થાનિક મહિલાને ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસ 108 ની ટીમે સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ જુડવા બાળકોની પ્રસૂતી કરાવી
દાહોદ જીલ્લાનાં માતવા ગામના સ્થાનિક સગર્ભા મહિલાને પ્રસુતિ ની પીડા ઉપડતાં ઈએમઆરઆઇ GHS 108ની મદદ લેવામાં આવી હતી. 108ની ટીમ તાત્કાલિક માતવા ગામે પહોંચી સગર્ભા મહિલાને તપાસતા સગર્ભાને પ્રસુતિનુ અસહ્ય દુઃખાવો હોવા છતાં 108ની ટીમે સફળતા પુર્વક જોખમી જુડવા બાળકોની પ્રસૂતી કરાવી માતા અને નવજાત બાળકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા માતવાગામમાં રહેતી એક સગર્ભા મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા તેમને EMRI GHS 108ની મદદ લેવામાં આવી હતી. ઈએમટી દશરથસિંહ રાઠવા અને પાયલટ બકુલભાઈ પટેલ ચંદાવાડા લોકેશન 108ની ટીમ તાત્કાલિક માતવા ગામે પહોંચી સગર્ભા મહિલાને તપાસતા મહિલા ને ખુબ જ પીડા હોવાથી એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવવાની જરૂર પડી હતી અને જુડવા બાળકો હોવાથી જેમાં એક બાળકમાં ગર્ભનાળ વીન્ટાયેલો હતો આ પ્રસુતા માતા ખૂબ જ જોખમી હોવાથી સગર્ભા મહિલા દર્દીની ઈએમટી દશરથસિંહ દ્વારા ઈમરજન્સી ફીઝિસિયન ની સલાહ મુજબ સફળતા પૂર્વક પ્રસૂતિ કરવામાં આવી હતી. માતા અને નવજાત બાળકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને લીમખેડા સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા આ તકે દર્દીના પરિવાર જનો એ 108 ના સ્ટાફ ની કામગીરી ને બિરદાવી હતી.
«
Prev
1
/
102
Next
»
કેન્દ્ર સરકાર સામે મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા અગત્યનું માંગણીઓ મૂકવામાં આવી.