
તા.૨૭/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ‘સ્વચ્છતા એ આદત નહીં, પણ સંસ્કાર બનવા જોઈએ’ – એવા વિચાર સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “સ્વચ્છ ભારત મિશન” શરૂ કરાવ્યું છે. જે અંતર્ગત જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ-જેતપુર ખાતે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શેરીનાટક થકી સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવાયું હતું તથા સ્વચ્છતા જાળવવાની પ્રેરણા આપવામાં આવી હતી.





