દાહોદ તાલુકાના ગલાલીયાવાડના સારસા તલાઈ ફળીયામાં કાચું મકાન પડી જતા દંપતી ચિંતામાં મુકાયા સરકારથી મદદની માંગી

તા.૨૮.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના ગલાલીયાવાડના સારસા તલાઈ ફળીયામાં કાચું મકાન પડી જતા દંપતી ચિંતામાં મુકાયા સરકારથી મદદની માંગી
આજરોજ તા. ૨૮.૦૨.૨૦૨૫ શુક્રવાર ૧૧:૦૦ કલાકએ મળતી માહીતી અનુસાર વાત કરીયેતો ગઈ કાલ રાત્રીના ૧૦:૩૦ કલાકની આસપાસ દાહોદ તાલુકાના ગલાલીયાવાડના સારસા તલાઈ ફળીયામાં રહેતા આડેધ પારસીંગભાઈ દલાભાઈ બિલવાળ જે સારસા તલાઈ ફળીયામા પોતે તે એમની પત્ની સાથે રહી જીવન ગુજારી રહ્યા હતા.ત્યારે રાત્રીના ૧૦:૩૦ કલાકની આસપાસ મીઠી નિંદર માડી રહ્યા હતા.ત્યારે અચાનકજ મકાન ધરાસાઈ થતા બુમાબુમ થતા ગ્રામ જનોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.અને ગ્રામ જનો એકઠા થયા હતા અને કાચું મકાન ધરાસાઈ થતા દબાયેલા પતી પત્ની ને બહાર કાઢવામાં આવ્યા હતા.જેના કારણે તેઓ બન્ને પતી પત્નીને નાની મોટી શરીરે ઈજાઓ પહોંચી હતી.હાલ ગ્રામ જનો.પરિવાર જનો દ્વારા સરકાર વહેલામાં વહેલી તકે મદદે પહોંચી મદદ કરે એવી માંગ કરી છે




