કરોડોના ખર્ચે નવીન RCC રોડ બનાવવામાં આવી રહ્યો છે તે જગ્યા પર આજે મસ મોટા પ્રમાણમાં ભુવો પડતા સામાજીક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરવામાં આવી હતી

અહેવાલ:- પ્રતિક ભોઈ
વડોદરા શહેરમાં આવેલ સેવાસી ભીમપુરા ખાતે કરોડોના ખર્ચે નવીન RCC રોડ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે કેટલો રોડ નવીન બનાવવામાં આવેલ છે તે જગ્યા પર આજે મસ મોટા પ્રમાણમાં ભુવો પડતા સામાજીક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરવામાં આવી હતી ત્યારે વધુમાં જણાવ્યું હતું કે આરસીસી રોડ ની અંદર કોઈપણ જાતના સળિયા જોવા મળતા નથી સાથે જ આરસીસી રોડનું મટીરીયલ હલકી ગુણવત્તા નું હોય તેમ જણાય આવેલ છે આ રોડનું લેબોરેટરી ટેસ્ટ થવું જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ સાથે જ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અને તપાસ કરનાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ કરીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી સામાજીક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી વધુમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં મુખ્યમંત્રી તેમજ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.



