PANCHMAHALSHEHERA

શહેરા MGVCLની ટીમ દ્વારા આકસ્મિત વીજ ચેકિંગ હાથ ધરતા અંદાજે રૂપિયા 25.41 લાખની વીજ ચોરી ઝડપાઈ

 

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા

શહેરા અને મોરવા (હ)ના વિવિધ ગામડાઓમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ કંપની અને મધ્ય ગુજરાત વીજ કંપની ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવી 876 જોડાણોનું વીજ ચેકીંગ કરતા 119 જેટલા વીજ ચોરીના જોડાણો મળી જેમને 25.41 લાખની પકડી પાડી તેને વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
મધ્ય ગુજરાત વીજ કંપનીના ત્રણ સબ ડિવિજનના લગતા ગામોમાં 37 જેટલી ટીમો બનાવી એમ.જી.વી. સી.એલના અધિકારીઓ અને પોલીસ સાથે રાખી આકસ્મિત વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. આ ચેકિંગમાં સબ ડિવિજનના શહેરા- 1 ના અણિયાદ,મીઠાપુર, ધાયકા,ધારાપુર, શહેરા -2 ના જુના ખેડા, બાલુજીના મુવાડા,મોર,ઊંડારા અને સંતરોડ સબ ડિવિઝન 2 ના ફીડરમાં આવતા વિસ્તારના ગામો ચંચેલાવ,ગઢ,લાડપૂરમાં ચેકિંગ દરમિયાન 21 ગામોમાં 876 જેટલા વીજ જોડાણોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 119 જેટલા વીજ ચોરીના જોડાણોને ઝડપી લેવામાં આવ્યા હતાં અને અંદાજે 25.41 લાખની વીજ ચોરી ઝડપી પાડીને વીજ ચોરી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેને લઈ વીજ ચોરી કરનાર લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Back to top button
error: Content is protected !!