ડાંગ જિલ્લામાં સાયબર ક્રાઇમ અવેરનેસ અંગે મહિલાઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો..
MADAN VAISHNAVFebruary 28, 2025Last Updated: February 28, 2025
0 Less than a minute
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં આહવા આંબેડકર ભવન ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાયબર અવેરનેસ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં આહવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનાં પી.આઈ.વી.કે.ગઢવી સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.આ કાર્યક્રમમાં મહિલાઓને લગતા ફ્રોડ અંગેની સમજ આપવામાં આવી હતી અને સાયબર ક્રાઇમ અવેરનેસ અંગે માહિતી આપવામાં આવી હતી.આ ઉપરાંત, સાયબર ક્રાઇમને લઇને જાગૃત કરતી બેગ તથા પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.અને અજાણ્યા ફોન કોલ્સ અને ફ્રોડ ગતિવિધિથી સાવધાન રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો..