MORBI: મોરબી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

MORBI: મોરબી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી
પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા, મોરબી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી તારીખ 28/2/2025 ના રોજ શાળા કેમ્પસમાં કરવામાં આવી. જેમાં પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન દિવસને અનુરૂપ સુવિચાર, કાવ્ય, જનરલ નોલેજના પ્રશ્નો રજુ કરી શાળાનુ વાતાવરણ વિજ્ઞાનમય બનાવ્યું.
ત્યારબાદ શ્રી પોલીસ કુમાર તાલુકા શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ રાઠોડના સહયોગથી તથા વિજ્ઞાન શિક્ષક શ્રી પ્રજ્ઞેશભાઈ આદ્રોજાના માર્ગદર્શનથી તૈયાર થયેલ ધોરણ 6 થી 8 ના બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિજ્ઞાન વિષયમાં રસ અને રુચિ વધે એવી રસપ્રદ પ્રવૃત્તિ રજૂ કરવામાં આવી. જેમાં અદ્રશ્ય અક્ષરને દ્રશ્યમાન બનાવવા, પાણીના પૃષ્ઠતાણને લગતા જાદુઈ પ્રયોગ, દ્રષ્ટિભ્રમ, પ્રકાશનું પરાવર્તન, રુધિરાભિસરણ તંત્રની સમજૂતી આપતા પ્રયોગો, પાણીના શુદ્ધિકરણ જેવા અનેક રસપ્રદ પ્રયોગો રજૂ થયા. આ બધા વિજ્ઞાનના પ્રયોગોને ધોરણ 1 થી 8 ના તમામ બાળકોએ ઉત્સાહભેર નિહાળ્યા.
કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ રાઠોડ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં ભાગ બીધેલ તમામ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આમ હરસો ઉલ્લાશ સાથે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી પૂર્ણ થઈ.






