બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત,જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુરના ઉપક્રમે “ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
1 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત,જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુરના ઉપક્રમે “ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય અને સેવ કલ્ચર, ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ છે, રાજ્યભરના કોલેજના વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. યુવાનોના હૃદયમાં નૈતિક મૂલ્યો સ્થાપિત કરવાનો છે. વિદ્યાર્થીઓમાં જાહેરમાં બોલવાની કુશળતા વધારવાનો છે. તદઉપરાંત ભારતીય સંસ્કૃતિ ના મૂલ્યોના સંરક્ષણ અને સંવર્ધન માટે યુવા પેઢી જાગૃત થઈ ચિંતન- મનન અને આચરણના પથ પર આગળ વધે અને આપણું ગુણવંતી ગુજરાત ગતિશીલ ગુજરાત અને સદાશીલ ગુજરાતના સ્વપ્નને આજનું યુથ સાકાર કરે,ફેશન અને વ્યસનના વાવાઝોડાની વચ્ચે સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર આવતી વિકૃતિઓની લપેટમાં આપણું યુવાધન ફસાઈ ન જાય તે માટે સંસ્કાર સિંચનના ભગીરથ કાર્ય માટે આજે ચરિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, સંવિધાન@75,યુવાનો દેશનું ભવિષ્ય-વિકૃતિઓથી બચીને સંસ્કારો તરફ વળીએ,વિકસિત ભારત 2047: ભવ્ય ભારત-દિવ્ય ભારત. જેવા વિષયો પર સ્પર્ધકોએ તેમના વિચારો ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યા હતા.ડૉ.હેમલબેન પટેલ થતા ડૉ.નૈલેષકુમાર પટેલે નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સાંસ્કૃતિક વિભાગ ના કન્વીનર ડૉ.કલ્પનાબેન એ કર્યું હતું. તથા આભાર વિધિ એન.એસ.એસ ના પ્રો.ઓફિસર ડૉ.વિજયભાઈ એ કરી હતી. સમગ્ર કાર્યક્રમ પ્રિન્સિપાલ ડૉ. એસ.જી ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સમગ્ર સ્ટાફ અધ્યાપકગણ તથા વિધાર્થી મિત્રો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.