MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા વીસીપરા વિસ્તારમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો
MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા વીસીપરા વિસ્તારમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો
મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા શ્રમદાન ફોર મોરબી કાર્યક્રમ અન્વયે વીસીપરા (સ્લમ વિસ્તાર) માં સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સફાઈ ઝુંબેશ દરમિયાન અંદાજિત ૫ ટન સોલિડ વેસ્ટ, કન્સ્ટ્રક્શન તથા ડિમોલેશન (C&D) વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ ૨ આસામી પાસેથી જાહેર સ્થળો પર ગંદકી કરવા બદલ રૂ. ૧૨૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ.
આ ઉપરાંત શ્રમદાન પુર્વે મોરબી મહાનગરપાલિકા દ્વારા વીસીપરા મેઇન રોડ ખાતેથી બિનઅધિકૃત દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉક્ત કાર્યક્રમમાં મોરબી મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, ડેપ્યુટી કમિશ્નરશ્રી, મોરબી મહાનગરપાલિકાના સ્ટાફ મિત્રો, રોટરી ક્લબ અને ઇન્ડિયન લાયન્સ ક્લબના સભ્યો, સફાઈ કર્મચારીઓ, સ્થાનિક નાગરિકો તથા વિવિધ સામાજિક- ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ જોડાયા હતા. તેમ ડેપ્યુટી કમિશ્નરશ્રી (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.