MALIYA (Miyana) :માળીયા (મી.) આમરણાંત ઉપવાસ પર બેઠેલા સામાજિક કાર્યકરોને મહિલા શક્તિ સંગઠને સમર્થ આપ્યું
MALIYA (Miyana) :માળીયા (મી.) આમરણાંત ઉપવાસ પર બેઠેલા સામાજિક કાર્યકરોને મહિલા શક્તિ સંગઠને સમર્થ આપ્યું
રિપોર્ટર બોચિયા નરોત્તમભાઇ માળીયા મિયાણા
માળીયા મિયાણા ખાતે જે સામાજિક કાર્યકર દ્વારા ચાલી રહેલ આમરણાત ઉપવાસ આંદોલન તેને માળીયા મહિલા શક્તિ સંગઠન ટેકો સમર્થન જાહેર કરેલ છે માળીયા શહેર ના જે વર્ષો થી પડતર પ્રશ્નો છે તેનું આજદિન સુધી નિવારણ આવેલ નથી માળીયા શહેર માં બસ સ્ટેન્ડ નથી સરકારી દવાખાના ના ક્વાટર્સ જર્જરિત હાલત માં છે તે નવા બનવવા માળીયા માં છે માળીયા થી ટ્રેનો જે પસાર થાય છે તે પેસેન્જર ટ્રેન ને સ્ટોપ આપવામાં આવે 10ધોરણ બોર્ડ નું સેન્ટર હતું તે બંધ કરવામાં આવ્યું તે ફરી થી ચાલુ કરવામાં આવે
અને ખાસ વાત જે મામલતદાર શ્રી ની કચેરી વર્ષો થી માળીયા શહેર માં જ છે તે માળીયા થી 16કિલોમીટર દૂર બીજા ગામમા માં બનવવા ની વાતો થઇ રહી છે, મામલતદાર કચેરી માળીયા માં રહે એવી માંગો સાથે આમરણા ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે તેને માળીયા મહિલા શક્તિ સંગઠન સમર્થન આપે છે માળીયા મહિલા શક્તિ સંગઠન પણ ભૂકંપ બાદ થી માળીયા માં કામ કરે છે અન્ન અધિકાર સામાજિક સુરક્ષા રોજગાર અધિકારવંચિત સમુદાય ની બહેનો ના મૂળભૂત પાયા ના અધિકારો પ્રાપ્ત થાય મહિલાઓ પર થતી હિંસા અટકાવવી સમાજ માં ન્યાય સમાનતા શાંતિ જળવાઈ રહે તે માટે કામ કરે છે