DAHODGUJARAT

દાહોદમાં કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ એ દાહોદ રેલવે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની મુલાકાત લીધી

તા.૦૧.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ એ દાહોદ રેલવે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની મુલાકાત લીધી

દાહોદમાં રેલ્વે પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીના નિરીક્ષણ માટે ભારત સરકારના રેલ્વે માહિતી અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ના મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવએ રવનીતસિંહએ દાહોદની મુલાકાત દરમ્યાન રેલવે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની મુલાકાત લઇને સમગ્રતયા નિરીક્ષણ કર્યું હતું ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન કારખાનાનું નિરીક્ષણ કર્યું હતું. રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ સહિત પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર સાથે એ સિમેન્સ ઇન્ડિયા કંપની દ્વારા પી.પી.પી. ધોરણે શરૂ થયેલ એન્જિન કારખાના અને તેના પ્રોડક્શન યુનિટની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમ્યાન મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવએ જરૂરી સૂચનો સહિત માર્ગદર્શન આપ્યું હતું. રેલ્વે અધિકારીઓ દ્વારા ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટ અંગેની પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી. તેમજ કર્મચારીઓની સેફટી માટે વપરાતા સેફટી શૂઝ, બેલ્ટ, હેલ્મેટ વિશેની સેફટી ગાઈડ લાઈન વિશે વિસ્તાર પૂર્વક માહિતી આપવામાં આવી હતી. મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ એ સેફટીને ધ્યાને રાખીને વર્ક શોપનું આંતરિક નિરીક્ષણ કર્યું હતું આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય  મહેન્દ્રભાઇ ભાભોર , જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, પ્રાંત અધિકારી મિલિન્દ દવે, નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી, રેલ્વેના સિનિયર અધિકારીઓ સહિત સ્ટાફ, આર. પી. એફ. ટીમ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!