Rajkot: રાજકોટમાં રાજમાર્ગો ઉપર વિજ્ઞાન રેલી નીકળી રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ઉજવણીમાં વિજ્ઞાન મેળો – વિજ્ઞાન રેલી યોજાઈ

તા.૧/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: વિજ્ઞાન જાથા અને ન્યુ પરિમલ સ્કૂલ ઉપક્રમે વિજ્ઞાન રેલી વિજ્ઞાન મેળો ખુલ્લુ મુક્તા સાંસદ પુરષોત્તમભાઈ રૂપાલા વિજ્ઞાન મેળાની મુલાકાતે સાંસદ પુરષોત્તમભાઈ રૂપાલા, મેયર શ્રીમતિ, નયનાબેન પેઢડીયા,જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ, પ્રવિણાબેન રંગાણી, RMC ના દંડક મનિષભાઈ રાડિયા, શિક્ષણકાર ચંદ્રકાંતભાઇ મંડિર, ભા.જ.પ.ના આગેવાન મનિષભાઈ ભટ્ટે મુલાકાત લીધી હતી.
રાજકોટ વિજ્ઞાન જાથા ન્યુ પરિમલ સ્કૂલ ઉપક્રમે વિજ્ઞાન મેળો અને વિજ્ઞાન રેલી સફળતાથી સંપન્ન થઈ હતી.છાત્ર છાત્રાઓ એ ૧૦૦થી વધુ વિજ્ઞાન કૃતિઓ રજુ કરી વાલી અને જીજ્ઞાસુઓ નેં પ્રભાવિત કર્યા હતા.
વિજ્ઞાન રેલી માં અંધશ્રદ્ધા દુર કરવાના સુત્રોથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સ્કુલના સંચાલક બ્રિજેશભાઈ મંડિર, અલ્પાબેન મંડિર, અને સમગ્ર શૈક્ષણિક સ્ટાફ જોડાયો હતો.
વિજ્ઞાન રેલીને અને કાર્યક્રમને સફળ બનાવા જાથા ચેરમેન જયંત પંડ્યા વડપણ હેઠળ, અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, ભાનુબેન ગોહિલ, રમેશ પરમાર, પ્રકાશ ગોહિલ કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી.







