MORBI: મોરબી માનવસેવા એજ પ્રભુસેવા સંસ્થાન દ્વારા રામકૃષ્ણ સખી સંધના બહેનો માટે ફ્રી બ્યુટીપાર્લર તાલીમનું આયોજન કરવામાં આવ્યું.
MORBI: મોરબી માનવસેવા એજ પ્રભુસેવા સંસ્થાન દ્વારા રામકૃષ્ણ સખી સંધના બહેનો માટે ફ્રી બ્યુટીપાર્લર તાલીમનું આયોજન કરવામાં આવ્યું.
કમિશ્નર અને નાયબ કમિશ્નર મોરબી મહાનગરપાલિકા પ્રેરિત શ્રી માનવસેવા એજ પ્રભુસેવા સંસ્થાન દ્વારા ડે.એન.યુ.એલ.એમ યોજના અંતર્ગત બનેલ રામકૃષ્ણ સખી સંધના બહેનો માટે ફ્રી બ્યુટીપાર્લર તાલીમનું આયોજન કરવામાં આવ્યું.
મોરબી મહાનગરપાલિકાના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત એરિયા લેવલ ફેડરેશન શ્રી રામકૃષ્ણ સખી સંઘની મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નીલ ખરે તથા નાયબ કમિશ્નર કુલદીપસિંહ વાળા દ્વારા મુલાકાત લેવામાં આવેલ જેમાં સખી સંઘના બહેનો દ્વારા તાલીમ ક્લાસ માટે કમિશ્નરશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવેલ જે ધ્યાને લઇ માનવસેવા એજ પ્રભુસેવા સંસ્થાનના માધ્યમ દ્વારા ડે.એન.યુ.એલ.એમ.યોજના અંતર્ગત શ્રી રામકૃષ્ણ સખી સંઘના બહેનોને ફ્રી બ્યુટીપાર્લરના તાલીમ ક્લાસ શરુ કરવામાં આવેલ છે. આ અંગે કમિશ્નર અને નાયબ કમિશ્નર ના માર્ગદર્શન અને સંચાલન સંસ્થાના પ્રતિનીધીઓ ની કામગીરી થી શ્રી રામકૃષ્ણ સખી સંઘના બહેનોએ આ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.