
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વધુ એક સફળતા મેળવી છે. પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. એલસીબીના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ. તુવર અને તેમની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમીદાર પાસેથી માહિતી મળી કે પાલેજ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના કેસમાં વોન્ટેડ આરોપી હસમુખ રમેશભાઈ રાઠોડ સંતોષી વસાહત પાસે તેના ઘર નજીક જોવા મળ્યો છે.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સંતોષી વસાહત વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.




