GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબીના રણછોડનગરમા રહેણાંક મકાન માંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો સાથે બે ઈસમો ઝડપાયા
MORBI મોરબીના રણછોડનગરમા રહેણાંક મકાન માંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો સાથે બે ઈસમો ઝડપાયા
મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે રણછોડનગર વિસ્તારમાં આવેલ જલારામ પાર્ક પાછળ રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી મહેબૂબ ઉર્ફે મેબલો સુલેમાનભાઈ સુમરા અને આરોપી સંજય ચંદુભાઈ પરેશાને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 120 બોટલ દારૂ, એક એક્સેસ મોટર સાયકલ તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ 1,26,207 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન આરોપીઓએ વિદેશી દારૂનો આ જથ્થો નામચીન બુટલેગર સાગર કાંતિભાઈ પલાણ રહે.જલારામ એપાર્ટમેન્ટ, સેન્ટમેરી સ્કૂલ પાછળ વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.