તાત્કાલિક બાળકો પેદા કરો : સીમાંકન વિવાદ વચ્ચે તમિલનાડુના CMની અપીલ

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને રાજ્યના લોકોને શક્ય તેટલી વહેલી તકે બાળકો પેદા કરવાની અપીલ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘રાજ્યમાં વસ્તીને સફળતાપૂર્વક નિયંત્રિત કરવાના પરિણામો હવે રાજ્યને ભોગવવા પડી શકે છે.’ આ ઉપરાંત ચેતવણી આપતાં તેમણે કહ્યું કે, જો જનસંખ્યા આધારે સંસદીય બેઠકોનું સીમાંકન કરવામાં આવે તો તમિલનાડુને ભારે નુકશાન થઈ શકે છે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પોતાના નિવેદનમાં કહ્યું કે,’પહેલા અમે કહેતા હતા કે, તમે આરામથી બાળકો પેદા કરો, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને અમારે કહેવું પડે છે કે, તાત્કાલિક બાળકો પેદા કરો. એટલે જો વસ્તીના આધારે સંસદીય બેઠકોનું સીમાંકન કરવામાં આવે તો તેનું તમિલનાડુ લોકસભાની બેઠકો ઓછી થઈ શકે છે અને સંસદમાં રાજ્યનું પ્રતિનિધિત્વ ઘટી શકે છે.’ સ્ટાલિને સીમાંકન મુદ્દે 5 માર્ચના રોજ દરેક પાર્ટીઓની બેઠક બોલાવી છે. મુખ્યમંત્રીએ તમામ રાજકીય પક્ષોને અંદરો-અંદરના મતભેદો ભૂલીને બેઠકમાં હાજરી આપવા અપીલ કરીને કહ્યું કે સીમાંકનનો મુદ્દો તમિલનાડુ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ પહેલા 72માં જન્મદિવસના અવસરે તમિલનાડુ મુખ્યમંત્રીએ તેમના પક્ષના કાર્યકરોને અપીલ કરતાં કહ્યું કે, આજે તમિલનાડુ બે મહત્ત્વના પડકારો સામે ઝઝુમી રહ્યું છે. તેમાંથી એક ભાષાની લડાઈ, જે આપણી જીવનરેખા છે. તો બીજી બાજુ સીમાંકનની લડાઈ છે, જે અમારો અધિકાર છે. હું તમને અપીલ કરુ છું કે, લડાઈ વિશે લોકોને સમજાવવામાં આવે. સીમાકંનની સીધી અસર રાજ્યના આત્મ સમ્માન, સામાજીક ન્યાય અને લોકોની કલ્યાણકારી યોજના પર થશે. તમારે આ સંદેશને લોકો સુધી લઈને જવાનો છે, જેથી કરીને દરેક લોકો રાજ્યને બચાવવા માટે દરેક નાગરિક એક થઈ શકે.



