GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડ કલેક્ટર નૈમેષ દવેની ઉપસ્થિતિમાં રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 દ્વારા ‘પ્રતિસ્પર્ધા’ અંતર્ગત સ્પોર્ટ્સ મીટનું આયોજન કરાયું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેષ દવેની ઉપસ્થિતિમાં વલસાડ રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 દ્વારા ‘પ્રતિસ્પર્ધા’ અંતર્ગત ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ નજીકના સેગવી ગામ ખાતે તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ સાથે ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ મીટનો પ્રારંભ થયો હતો. જેમાં બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લૉન ટેનિસ, સ્વિમિંગ, કેરમ, ચેસ, ટેનિસ બોલ ક્રિકેટ અને સિઝન બોલ ક્રિકેટ સહિતની વિવિધ રમતોમાં ૧૦૦ થી વધુ ખેલાડીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે ડિસ્ટ્રીક્ટ ગવર્નર તુષાર શાહ અને ફર્સ્ટ લેડી રોટેરિયન નેહલ શાહ મુખ્ય મહેમાન પૂજા મહેતા સાથે ઉદ્ઘાટન સમારોહમાં ખાસ હાજર રહ્યા હતા. તા. ૦૧ માર્ચે વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેષ દવે ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટની શરૂઆતમાં ઉપસ્થિત રહી સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ મીટના અંતિમ દિવસે તા. ૨ માર્ચે BDCA ગ્રાઉન્ડ ખાતે એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના અગ્રણીઓ હાજર રહ્યા હતા. પીડીજી આશિષ અજમેરા, ડીજીએન નિલેશ શાહ, ડીજીઇ અમરદીપ સિંઘ બુનેટ, ડીજીએન ડી આશિષ પટવારી, પીડીજી અનિષ શાહ અને પીડીજી ડો. નિલાક્ષ મુફ્તી પણ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના રમતગમત અધ્યક્ષ રોટેરિયન વિપુલ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પોર્ટ્સ મીટને સફળ બનાવવા પ્રમુખ નિરાલી ગજ્જર, સેક્રેટરી ધવલ શાહ, ક્લબ ઇવેન્ટ ચેરમેન રોટેરિયન હિતેશ પટેલ અને તરંગ શાહ સહિત કલબના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!