BHARUCHGUJARAT

વાલીઓને રાહત:ભરૂચની 283 ખાનગી શાળામાં 3,348 બાળકોને આરટીઇ હેઠળ પ્રવેશ મળશે

સમીર પટેલ, ભરૂચ

ફરજિયાત શિક્ષણ ના કાયદા મુજબ વંચિત અને નબળા પરિવારના વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં ભણી શકે માટે આરટીઇ અંતર્ગત બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. જેના માટે ભરૂચ જિલ્લાના વાલીઓ 12 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ અરજીના આધારે નીતિ નિયમ મુજબ તપાસ કરી બાળકોને આરટીઇ અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવશે. ભરૂચ જિલ્લામાં આ વર્ષે આરટીઇ અંતર્ગત 3,348 બાળકોને 283 શાળામાં પ્રવેશ આપવામાં આવશે.
ગત વર્ષે નવી શિક્ષણ નીતિ અમલમાં આવતા બાળકોને 6 વર્ષ પૂરા થયા બાદ ધોરણ-1 માં પ્રવેશ આપવાના નિયમ ના કારણે ધોરણ-1 માં ઓછા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હતો. અને આરટીઇ અંતર્ગત ગત ખાનગી શાળામાં ધોરણ- 1 માં જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેના 25 ટકા વિદ્યાર્થીઓ જગ્યા આરટીઇ માટે નક્કી કરવામાં આવે છે. જેને લઈને ગત વર્ષે આરટીઇ અંતર્ગત ફક્ત 1,991 જગ્યા ફાળવવામાં આવી હતી. આમ આ વર્ષે ગત વર્ષ કરતાં 1,357 જગ્યા વધુ ફાળવવામાં આવી છે. ત્યારે આ વર્ષે આરટીઇ અંતર્ગત ભરૂચ જિલ્લાની ખાનગી શાળામાં ના ધોરણ-1 માં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે.
અરજી કરતાં વેળા તમામ જરૂરી પુરાવા જેવાકે બાળકનો જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ અથવા રેશનકાર્ડ, પિતા અને માતાનું આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર વિકલાંગતા પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો અને સ્થાનિક રહેવાસી પુરાવા જેવાકે રેશનકાર્ડ, લાઈટ બિલ સાથે રાખવાના રહેશે. તેમજ ઓનલાઇન ફોર્મ ભરતી વેળા એક થી વધુ નજીકની શાળાની પસંદગી કરવાની રહેશે.

Back to top button
error: Content is protected !!