સંતરામપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે નિષાબેન મોદીની વરણી.

સંતરામપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે નિશાબેન મોદી નિ વરણી…
સંતરામપુર નગરપાલિકા નાં પ્રમુખ ને ઉપપ્રમુખ ને કારોબારી ચેરમેન માટે ની ચુંટણી આજરોજ નાયબ કલેકટર સંતરામપુર નાં અધ્યક્ષ સ્થાને નગરપાલિકા સંતરામપુર સભા ખંડમાં યોજાયેલ હતી.
અમીન કોઠારી. મહીસાગર
આ ચુંટણીમાં ભાજપ દ્વારા પ્રમુખ પદ માટે નિશાબેન મોદી અને ઉપપ્રમુખ પદ માટે જીતેન્દ્રસિંહ ઝાલા અને કારોબારી ચેરમેન માટે સ્નેહલ મહેતા નાં નામ નાં મેન્ડેડ આપતા તેઓ એ આ ચુંટણીમાં ભાજપ ના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને અન્ય કોઈ એ ઉમેદવારી નહીં નોંધાવતા સંતરામપુર નગરપાલિકા નાં પ્રમુખ તરીકે નિશાબેન મોદી અને ઉપપ્રમુખ તરીકે જીતેન્દ્રસિંહ ઝાલા અને કારોબારી ચેરમેન તરીકે સ્નેહલ મહેતા ને બિનહરીફ ચુંટાયેલા જાહેર કરવામાં આવેલ હતાં.
વિજયી પ્રમુખ.ઉપપપ્રમુખ.ને કારોબારી ચેરમેન નુ રાવજીભાઈ પટેલ.ભરતભાઈપટેલ ને ભાજપી નેતા અને કાયૅકરો એ ફુલહાર પહેરાવી ને સ્વાગત કર્યું હતું.




