
વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર
વડનગર નગરપાલિકાના માં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતી ચેરમેન ના નામો જાહેર કરવામાં આવ્યા હતા, વડનગર નગરપાલિકા મહિલા પ્રમુખ તરીકે મિતિકાબેન નિલેશભાઇ શાહની વરણી, ઉપપ્રમુખ તરીકે જયંતિજી ઠાકોર ની નીમણુંક કરાઈ હતી, સ્ટેન્ડિંગ ચેરમેન પદે રામભક્ત ઉત્તમ પટેલ ની કરાઈ નીમણુંક
વડનગર ના વિકાસ માં સહભાગી થવા નો મોકો મળ્યો, મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી ભગાજી ઠાકોર એ પાર્ટી ના મેન્ડેડ પ્રમાણે નામો રજુ કર્યા હતા.
વડનગર નગરપાલિકામા બિરેન પટેલ અધિકારી ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ચિફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈ સહિત ની હાજર રહ્યા હતા સાથે સાથે બીરેન પટેલ ચુંટણી અધિકારીએ બપોરે 3 કલાકે નિયમ મુજબ કાર્યવાહી કરી ને ત્રણ ઉમેદવારો ને બીનહરીફ વિજેતા જાહેર કરાયા હતાં, પ્રમુખ મિતિકાબેન નીલેશભાઈ શાહ એક વેપારી પરિવાર માંથી આવે છે તેમણે નગર વિકાસ ને અગ્રિમતા આપવાની ખાતરી આપી કારોબારી સમિતી ચેરમેન ઉત્તમભાઈ પટેલે ભાજપના 26 ની સાથે કોંગ્રેસ બે મળી 28 સભ્યો એક થઈને વિકાસ કરવાની ખાતરી આપી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના માદરે વતન વડનગર ને વિકાસ સાથે સ્વચ્છ રાખવા ના તમામ પ્રયત્નો કરીશુ તેવું પ્રમુખ મિતિકાબેન નીલેશભાઈ શાહે મીડિયા સમક્ષ કહ્યું. વડનગર પી આઇ વિનોદ વાણીયા સહિત સ્ટાફ દ્વારા સુંદર બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, નગરપાલિકા કેમ્પસમાં લોકો ના ટોળા ઉમટ્યા હતા, વડનગર ના કુલ 7 વોર્ડમાં 28 સભ્યો પૈકી 26 સભ્યો છે ભાજપની પંચાયત બની લોકોએ ફૂલહાર પહેરાવીને પેંડા ખવડાવી સ્વાગત કર્યું.
વડનગર કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ પુવૅ પ્રમુખ સુનીલ મહેતા સહિત પુવૅ ઉપપ્રમુખ કાનાજી ઠાકોર સહિત પુવૅ પ્રમુખ સહિત ઘેમરજી ઠાકોર શહેર ભાજપ પ્રમુખ મયંકભાઇ પટેલ સહિત રાજુભાઇ મોદી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા.
વડનગર નગરપાલિકામા બે કોંગ્રેસ ના સભ્યો પણ હાજર રહ્યા ચુંટણી માં કોઈ ઉમેદવારી કરી નહોતી, વડનગર નગરપાલિકાના હોલ માં સહિત આજુબાજુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, લગભગ બે વર્ષથી નગરપાલિકા ની ખુરશી ખાલી પડી હતી તે આજ રોજ પ્રમુખ પદ મળતાંજ હોદ્દો સંભાળવામાં આવ્યો હતો.
હોળાષ્ટક બેસતા હતા તો તેમણે આજ દિન ના રોજ પ્રમુખ સહિત ત્રણેયે પોતાના હોદ્દા તરીકે નગરપાલિકામાં પ્રમુખ,ઉપ પ્રમુખ,અને કારોબારી ચેરમેન ત્રણેય હોદ્દેદારોએ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો. પ્રમુખ મિતિકાબેન નીલેશભાઈ શાહ એક વેપારી પરિવાર માંથી આવે છે તેમણે નગર વિકાસ ને અગ્રિમતા આપવાની ખાતરી આપી.



