
તા.૬/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વિદ્યાર્થીઓએ મનોરંજન સાથે સ્વચ્છતાનો સંદેશ મેળવ્યો
Rajkot: રાજકોટ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ફક્ત એક કાર્યક્રમ પૂરતું સીમિત રાખવાને બદલે સમગ્ર વર્ષ દરમિયાન એક અભિયાનના ભાગરૂપે અમલમાં મુકવામાં આવી રહયો છે.
આ અભિયાનમાં સફાઈ કર્મયોગીઓ સાથે-સાથે બાળકો, યુવાનો સૌ કોઈ જોડાઈ રહ્યા છે. ત્યારે સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત જસદણ શહેરની જુદી-જુદી શાળાઓમાં પપેટ શો યોજાયો હતો.જેમા વિદ્યાર્થીઓએ મનોરંજન સાથે સ્વચ્છતાનો સંદેશ મેળવ્યો હતો. સ્વચ્છતા અંગે જસદણ શહેરને સ્વચ્છ રાખવા માર્ગદર્શન અપાયું હતું.
પરંપરાગત માધ્યમો દ્વારા થતો પ્રચાર વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પણ જગાડે અને સ્વચ્છતાનો સંદેશ અસરકારક રીતે મળી રહે તે હેતુથી વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતાનો સંદેશ અપાયો હતો.





