
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
તા.૦૭/૦૩/૨૦૨૫
અટાલી ખાતે SRF Foundation દ્વારા સ્વાસ્થ્ય મેલા ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ૧૫૦ જેટલા બાળકો, ૬૦ જેટલા શિક્ષકો, આંગણવાડી બહેનો તેમજ હેલ્થ કાર્યકરો અને ૧૨૫ જેટલા ગામના આગેવાનોએ ભાગ લીધો હતો. આમ કુલ આ કાર્યક્રમમાં ૩૪૦ જેટલા લોકોએ ભાગ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો.
તારીખ ૬-૩-૨૦૨૫ એસ. આર. એફ ફાઉન્ડેશન દ્વારા વાગરા તાલુકાના અટાલી ગામ ખાતે સ્વાસ્થ્ય મેલાનું આયોજન કરવામાં આવ્યું .આ મેલામાં અટાલી ની આસપાસના ગામની આંગણવાડી વર્કર ,સરપંચ ,આસપાસની વિસ્તારના CHO ,CDPO , તાલુકા હેલ્થ ઓફિસર ડૉ . પ્રવિણ કુમાર સિંગ , એસ. આર. એફ ફાઉન્ડેશનની હેડ ઓફિસ થી નિશા બેન , એસ. આર. એફ ફાઉન્ડેશન ભરૂચ અને નેત્રંગ ની ટીમના સભ્યો સાથે ગામના લોકો હાજર રહ્યા હતા . આ સ્વાસ્થ્ય મેલા માં આપણાં સ્વાસ્થય અંગેના વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા જે લોકો માટે પ્રદર્શન માટે પણ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા . જેમાં આંગણવાડી વર્કર વડે પોષણ / એનિમિયા ,ટેક હોમ રાશન (THR ) પોષણયુક્ત આહાર , બિન ચેપી રોગો ( ડાયાબિટીસ , હાયપર ટેન્શન ,મોઢનું કેન્સર, સર્વાઇકલ કેન્સર અને સ્તન કેન્સર , ટી . એલ . એમ પ્રદર્શન જાહેર નાગરિકો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.
સ્વાસ્થ્ય સેવા નામે એસ. આર. એફ ફાઉન્ડેશનની વાગરા વિસ્તારના ૧૫ ગામોમાં ફરીને લોકોને મફત સ્વાસ્થ્ય સેવા , દવા આપે છે ઓ.પી. ડી ચેકઅપ કરે છે . અટાલી ખાતે આજરોજ ગામના લોકોને બિન ચેપી રોગો અંગે જાગૃતિ ફેલાય તે હેતુસર એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો . વાગરા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ પ્રવિણ કુમાર સિંગ વડે તેમના વક્તવ્ય માં ખાસ ડાયાબિટીસ અને હાયપર ટેન્શન અંગે પોગ્રામ માં હાજર લોકો સાથે ચર્ચા કરવામાં આવી . સર્વાઇકલ કેન્સર માટે લોકોની માન્યતા ,ગેરસમજ સાથે રોજિંદા જીવનની ખાન -પાન અંગે કઈ કઈ બાબતો નું શું ધ્યાન રાખવું તેના અંગે ચર્ચા કરવામાં આવી . ત્યાં હાજર પ્રાથમિક શાળા અટાલી , ગાંધી વિદ્યામંદિર ના હાજર બાળકોને નિયમિત ઊંઘ ,આરામ અને ખોરાક અંગે જીણવત ભરી સમજ આપવામાં આવી.
આ કાર્યક્રમમાં વાગરા તાલુકાના ૧૫ ગામની શાળા તેમજ આંગણવાડી સેન્ટરને “ફસ્ટએડ કીટ” (પ્રાથમિક સારવાર પેટી )નું વિતરણ કરવામાં આવ્યું. અંતે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ પ્રોગ્રામ ઓફિસર જીગ્નેશ ભાઈ ખ્રિસ્તી દ્વારા કરવામાં આવી જેમાં આવેલ તમામ મહાનુભાવો, શાળા પરિવાર, સૌ સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો
.


