આણંદ – વેરો ન ભરનારી 18 પ્રોપર્ટી સીલ, બે માસમાં 6.43 કરોડની વસૂલાત
આણંદ – વેરો ન ભરનારી 18 પ્રોપર્ટી સીલ, બે માસમાં 6.43 કરોડની વસૂલાત
તાહિર મેમણ – આણંદ – 07/03/2025 – આણંદ મહાનગરપાલિકાએ વેરા વસૂલાત માટે કડક પગલાં લીધા છે. મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર મિલિંદ બાપના ના માર્ગદર્શન હેઠળ ટેક્સ શાખાની વિશેષ ટીમે ઝુંબેશ શરૂ કરી છે. વેરો ન ભરનારી 18 કોમર્શિયલ દુકાનો સીલ કરવામાં આવી છે. જીટોડીયા રોડ પર દેવપ્રિય ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ, અંશ એકલેવ કોમ્પ્લેક્સની બે દુકાન અને ત્રણ ફ્લેટ સીલ કરાયા છે. વેરા વસૂલાત માટે આણંદમાં 3600, વિદ્યાનગરમાં 3900 અને કરમસદમાં 308 મળી કુલ 7708 લોકોને નોટિસ અપાઈ છે.
છેલ્લા બે માસમાં દુકાનોના ભાડામાંથી 17.11 લાખની આવક થઈ છે. મિલકત વેરામાં આણંદથી 3.63 કરોડ, વિદ્યાનગરથી 30.22 લાખ, કરમસદથી 43.33 લાખ, લાંભવેલથી 1.48 લાખ, ગામડીથી 54,861, મોગરીથી 1.47 લાખ અને જીટોડીયાથી 1.35 લાખ મળી કુલ 4.41 કરોડની વસૂલાત થઈ છે. વ્યવસાય વેરામાંથી 1.85 કરોડની આવક થઈ છે. નાગરિકો 31 માર્ચ સુધી ધૂળેટીની રજા સિવાય રોજ સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી વેરો ભરી શકશે. મહાનગરપાલિકાએ લોકોને વહેલી તકે વેરો ભરવા અનુરોધ કર્યો છે.