GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

વલસાડ જિલ્લાના ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિજ્ઞાન કેન્દ્રમાં વાર્ષિક વિજ્ઞાન ક્વિઝ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડના સંયુક્ત ઉપક્રમે તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ વાર્ષિક વિજ્ઞાન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઇ. જેમાં વલસાડ જિલ્લાની ૨૭ શાળાઓએ ભાગ લીધો હતો, જેમાથી ૯ ટીમો સેમીફાઇનલ માટે ક્વોલિફાઇ થઈ. તા. ૦૧-૦૩-૨૫ના રોજ સેમીફાઇનલ અને ફાઇનલ રાઉન્ડ યોજાયા. ૯ ટીમોમાથી ૩ ટીમો ફાઇનલ રાઉન્ડ માટે પસંદ થઈ હતી.

જેમાં ભાગ લેનાર પ્રાથમિક શાળા, ભંડારવાડા, તા. ઉમરગામ, જી. વલસાડ વિદ્યાર્થીઓ પ્રિયંક ભંડારી અને પંકેશ રાઠોડે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. કન્યા વિદ્યામંદિર, વાપી, તા. વાપી, જી. વલસાડની વિદ્યાર્થિનીઓ પૂનમ ભરવાડ અને જ્યોતિ સોનીએ દ્વિતીય ક્રમ તથા વિજય રાજમહેલ રોડ સ્કૂલ, ધરમપુર, જી. વલસાડના વિદ્યાર્થીઓ વૈશાલી ચૌધરી અને વ્રજ પટેલે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો તથા ઇનામની રાશિ એનાયત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, વલસાડ હસ્તકની શાળાઓના ધોરણ ૭ અને ૮ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતા. જેમાં એજ્યુકેશન ટ્રેની શિવાની પટેલ તથા હેતલ પરમાર દ્વારા ક્વિઝ માસ્ટર તરીકે સેવા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ડૉ. પંકજભાઈ દેસાઇ, વિજ્ઞાન સલાહકાર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડ, મહેન્દ્રભાઇ પટેલ, પ્રાચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડ તથા ડૉ. ઇન્દ્રા વત્સ, ક્યુરેટર, ધી લેડી વિલ્સન મ્યુઝીયમ, ધરમપુર ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પ્રસંગોચિત ઉદબોધન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. ઉપરાંત, શ્રી પ્રજ્ઞેશ રાઠોડ, શિક્ષા અધિકારી, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય એ માટેની પ્રેરણાદાયી વાતો કરી હતી. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, તથા શાળાને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!