GUJARATMODASA

નકલી સિંચાઈ કચેરી મામલો : મોડાસા શહેરની એક સોસાયટીના રહેણાંક બંગલોઝ માંથી 9 માસ પૂર્વે જડપાયેલ કથિત નકલી સિંચાઈ કચેરી મામલે થઈ શકે છે ફરિયાદ!!

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

નકલી સિંચાઈ કચેરી મામલો : મોડાસા શહેરની એક સોસાયટીના રહેણાંક બંગલોઝ માંથી 9 માસ પૂર્વે જડપાયેલ કથિત નકલી સિંચાઈ કચેરી મામલે થઈ શકે છે ફરિયાદ!!

અરવલ્લી જિલ્લાની અંદર ભ્રષ્ટાચાર ખદખદી રહ્યો છે જેમાં જેમાં વિવિધ વિભાગોમાં રોજ કંઈક ને કંઈ વિવિધ બાબતો ને લઇ જાગૃત નાગરિકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠાવતા જોવા મળે છે છતાં તપાસ ને નામે જાણે કે મીંડું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે જિલ્લામાં તટસ્થ તપાસ માટે કોઈ અધિકારી નથી કે શું…? એ પણ એક સવાલ ઉભો થયો છે. અધિકારીઓ પોતાની ઈમાનદારી થી તપાસ કરે તો ઘણું બહાર આવી શકે તેમ છે છતાં તપાસ કેમ નથી થતી..?કાશ જે પણ હોય તે તપાસ નો વિષય છે

અરવલ્લી જિલ્લામાં સિંચાઈ વિભાગોમાં પણ મસ મોટો ભ્રષ્ટાચાર થઈ રહયો હોવાના પણ આક્ષેપો ઉઠી રહ્યા છે જેમાં ચેકડેમ થી લઇ તળાવો ઉંડા કરવા,કેનાલને લગતા કામો જેવા વિવિધ કામોમાં લાખો થી લઇ કરોડો રૂપિયાના કામો મંજુર થાય છે પરંતુ તે કાગળો પર હોય તેવી સ્થિતિ છે એક ગામમાં તો સિંચાઈ વિભાગ દ્વારા બનાવે કેનાલ માત્ર 100 થી 150 મીટર જ RCC કરેલ છે અને આખી કેનાલ ચોપડે RCC બોલે છે તેવી પરિસ્થિતિ પણ છે.

અરવલ્લી જિલ્લામાં સિંચાઈ વિભાગમાં ચાલતી લાલિયાવાડી અને ભ્રષ્ટાચાર ને બહાર લાવવા માટે ગત 22 મેં 2024 ના રોજ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નકલી કચેરીમાં રેડ કરી કર્યો હતો પર્દાફાશ કર્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં 11 માસ પહેલા ઝડપાયેલી નકલી સિંચાઈ કચેરી મામલે સરકારને રિપોર્ટ રજુ કરાયો હતો જે મામલે મોડાસા શહેરમાં થી ઝડપાયેલ કથિત નકલી સિંચાઈ કચેરીનો મામલો સામે આવતા 11 માસ જેટલા સમય બાદ દોષીતો સામે પોલીસ ફરિયાદ નોંધાશે તેવી માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે જિલ્લા DPEO ની અધ્યક્ષતામાં રચાયેલ 5 સભ્યોની સમિતિએ તપાસ હાથ ધરી હતી.બે માસની તપાસ બાદ સમિતિએ બંધ કવરમાં અહેવાલ DDO ને સોંપ્યો હતો જેમાં નકલી કચેરીમાં કોમ્પ્યુટર, સરકારી સિક્કા સહિત દસ્તાવેજ મળી આવતા મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો અને નકલી કચેરીમાં સિંચાઈ વિભાગના વર્તમાન,ભૂતપૂર્વ અધિકારી સહિત 5 લોકો કચેરીમાં મળી આવ્યા હતા ત્યારે DDO એ તપાસ અહેવાલ સરકારને રજૂ કર્યા બાદ કાર્યવાહી થશે તેવી માહિતી હાલ સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે

અરવલ્લી: મોડાસા શહેરની એક સોસાયટીના રહેણાંક બંગલોઝ માંથી 9 માસ પૂર્વે જડપાયેલ કથિત નકલી સિંચાઈ કચેરી મામલે થઈ શકે છે ફરિયાદ!!

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના બાયપાસ હાઇવે પરની આજથી 9 માસ પૂર્વે એક સોસાયટીના રહેણાંક બંગલોઝ માંથી કથિત નકલી સિંચાઈ કચેરીનો,બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નકલી કચેરી માં રેડ કરી પર્દાફાશ કર્યો હતો.અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી ની અધ્યક્ષતામાં રચાયેલ 5 સભ્યોની સમિતિએ તપાસ હાથ ધરી હતી.બે માસ થી વધુની તપાસ બાદ,બંધ કવરમાં તપાસનો અહેવાલ અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડીયા ને સોંપ્યો હતો,જે રિપોર્ટ સરકારમાં રજૂ કર્યો હતો. દોષીતો સામે ફરિયાદ નોંધવાંના આદેશ કરવામાં આવ્યા હોવાની ખાનગી સૂત્રો પાસે માહિતી પ્રાપ્ત થઈ હતી.હવે જોવાનું એ રહેશે કે ફરિયાદ નોંધાયા પછી સત્યતા માલુમ પડશે પરંતુ ગુહ મંત્રી કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ સૂત્ર કેટલું સાર્થક બને છે એ જોવું રહ્યું.

Back to top button
error: Content is protected !!