BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

 

તાલુકા કોર્ટમાં રેગ્યુલર ૭૦૮ કેસ મૂકવામાં આવેલ જેમાં તમામ ૭૦૮ કેસોનું સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો જયારે પ્રિલીટીગેશન ના ૧૧૦૨ કેસમાં ૭૯ કેસનો નિકાલ કરવામાં આવ્યો

 

કેસોમાં ૬૨,૨૪,૫૦૫ ની મની રિકવરી કરવામાં આવી હતી,

 

 

રાજ્યભરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, આ આયોજનને અંતર્ગત ઝઘડિયા તાલુકા કોર્ટમાં પણ લોક અદાલતનું આયોજન ઝઘડિયા ના તાલુકા લીગલ સર્વિસ કમીટીના ચેરમેન (સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ) કુમારી એચ.એસ.પટેલ તથા ઝઘડિયાના જયુડીસીએલ ફ.ક મેજિસ્ટ્રેટ જે.ટી પટેલના પ્રયાસ થી કરવામાં આવ્યું હતું, ઝઘડિયા તાલુકા કોર્ટમાં આયોજન થયેલ લોક અદાલતને કુમારી એચ.એસ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મુકવામાં આવી હતી, આ પ્રસંગે તાલુકા લીગલ સર્વિસ કમિટી ના ચેરમેન એચ.એસ પટેલે સૌને લોક અદાલતની શુભેચ્છાઓ પાઠવી હતી અને સૌનો સપોર્ટ મળ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો, આ પ્રસંગે ઝઘડિયા ના મેજિસ્ટ્રેટ જે.ટી પટેલ વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા તથા સિનિયર એડવોકેટ દિલીપસિંહ નકુમ, અનિલભાઈ પંડ્યા, ગીતાબેન શાહ, અમિત ચૌહાણ, અરૂણ ચૌહાણ, વગેરે વકીલશ્રીઓ તથા ઝઘડિયા તાલુકા કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને લોક અદાલતને સફળ બનાવવાના પૂરતા પ્રયાસ કરવામાં આવ્યા હતા, જેમાં કુમારી એચ.એસ પટેલની અને જે.ટી પટેલ ની કોર્ટમાં મળી કુલ ૭૦૮ રેગ્યુલર કેસ મૂકવામાં આવ્યા હતા જેમાં તમામ ૭૦૮ કેસોનો સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો, જયારે પ્રિલીટીગેશન ના ૧૧૦૨ કેસમાં ૭૯ કેસનો નિકાલ કરવામાં આવ્યો , આ કેસોમાં ૬૨,૨૪,૫૦૫ ની મની રિકવરી, ઇલેક્ટ્રિસિટી, નેગોસીબલ એક્ટ વગેરેના કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!