BANASKANTHAGUJARATKANKREJ

કાંકરેજ તાલુકાના ઈસરવામાં ચાલતી શ્રીમદ્દ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં આજે ચોથા દિવસે શ્રીરામ જન્મોત્સવ ઉજવાશે…

કાંકરેજ તાલુકાના ઈસરવામાં ચાલતી શ્રીમદ્દ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં આજે ચોથા દિવસે શ્રીરામ જન્મોત્સવ ઉજવાશે...

કાંકરેજ તાલુકાના ઈસરવામાં ચાલતી શ્રીમદ્દ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં આજે ચોથા દિવસે શ્રીરામ જન્મોત્સવ ઉજવાશે…

કાંકરેજ તાલુકાના ઈસરવા ખાતે આવેલ રાધે કૃષ્ણ ભગવાનના સાનિધ્યમાં શ્રી રાધે-કૃષ્ણ ગૌ સેવા આશ્રમના લાભાર્થે પ.પુ.શ્રી મહેશ મોરારીબાપુ,આનંદધામ આશ્રમ,શેરગંજ રાધનપુરના મુખારવિંદે સંવત ૨૦૮૧ ના ફાગણસુદ-૭ ને ગુરવાર છઠ્ઠી માર્ચ ૨૦૨૫ થી બપોરે ૧૨ થી સાંજે ૪ કલાક સુધી શ્રીમદ્દ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ મહોત્સવ અવિરત ચાલી રહેલ છે.ગઈ ત્રીજા દિવસે હજારોની સંખ્યામાં શ્રોતાજનોએ કથા શ્રવણ અને શ્રી કપિલ ભગવાનના જન્મોત્સવ માં અનેરો આનંદ મેળવ્યો હતો. અને આજે ચોથા દિવસે શ્રીરામ જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાશે. કથાના મુખ્ય યજમાન સોની હસમુખભાઈ નટવરલાલ ભાભર સહપરિવાર,સહ યજમાન કાંતાબેન ઠક્કર બે-પાદર,સ્વ. ભાણીબેન ખોડાજી સવાજી ઠાકોર પરિવર,સ્વ.સમુબેન લેંબાજી હરિજી ઠાકોર પરિવર, પોથીયાત્રા ચેતનકુમાર પંચાલ/ હિયાનકુમાર પંચાલ નાથપુરા અને સાતેય દિવસના ભોજન પ્રસાદનો લાભ ઠાકોર વનરાજજી તરસંગજી થરા પરિવાર સહીત અનેક દાતાઓએ ચડાવા લઈ અનેક દાતાઓએ રોકડ રકમ આપી સહભાગી થયા હતા.કથા માં પ્રથમ દિવસે પોથીયાત્રા દ્વિતીય દિવસે શ્રી શુક્રદેવ ચરિત્ર, ત્રીજા દિવસે શ્રી કપિલ ભગવાન નો જન્મોત્સવ અને આજે ચતુર્થ દિવસસે શ્રીરામ જન્મોત્સવ, આવતી કાલે પંચમ દિવસે શ્રીકૃષ્ણ લીલા અને રાત્રે ભવ્ય ડાયરામાં ભજનિક કિરણબેન ગઢવી, દાનાભાઈ પટેલ, સાહિત્યકાર અશોકભાઈ બારોટ (ઇન્દ્રમાણા)ડાયરાની રમઝટ બોલાવશે,છઠ્ઠા દિવસે શ્રી તુલસી વિવાહ અને છેલ્લે સાત મા દિવસે શ્રી નારાયણ કથાયજ્ઞની પુર્ણાહુતી કરવામાં આવશે. સાધ્વી નાવિકાબેન, સાધ્વી સંગીતાબેન,તરસંગજી ઠાકોર, અશોકકુમાર વાલાણી, પ્રતાપજી ઠાકોર,અમીચંદજી ઠાકોર સહીત ગ્રામજનો તન- મન-ધનથી નિષ્ઠા પૂર્વક કોઈને અગવડ ના પડે તેવી ફરજ બજાવી રહ્યા છે.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!