DAHODGUJARAT

દાહોદ તાલુકાના PHC મોટી ખરજ ખાતે આર. કે. એસ. કે. પ્રોગ્રામ અંતર્ગત એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરાઈ

તા.૦૯.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના PHC મોટી ખરજ ખાતે આર. કે. એસ. કે. પ્રોગ્રામ અંતર્ગત એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરાઈ

પોષણ, આઈ. એફ. એ. ટેબલેટ, વ્યસન સહિત આરોગ્યલક્ષી સમજ અપાઈ RKSK પ્રોગ્રામ અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મોટી ખરજ ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.આર.કે.એસ.કે. પ્રોગ્રામ વિશે પિયર એજ્યુકેટરને સંપૂર્ણ સમજ આપવામાં આવી હતી. પીયર એજયુકેટરની ભુમિકા વિશે ચર્ચા કરવામાં આવી હતી. પોષણ, આઈ. એફ. એ. ટેબલેટ વિશે માહિતી આપવામાં આવી હતી

આ દરમ્યાન કિશોર અને કિશોરીઓના હાઇટ, વેઇટ, હિમોગ્લોબીન ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત માસિક સફાઈ બાબત સેનેટરી પેડ વિશે પણ સમજાવવામાં આવ્યું હતું. જેમાં પીયર કીટ, સેનેટરી પેડ આપવામા આવ્યા હતા.જે દરમ્યાન,કિશોર કિશોરી ઓમાં થતાં શારિરિક માનસિક ફેરફારો વીશે સમજૂતી આપવામાં આવી પોષણયુક્ત આહાર વિશે સમજુતી આપવામાં આવી માસિક સ્વછતા તેમજ માસિક દરમિયાન થતી તકલીફો વિશે સમજૂતી આપવામાં આવી આયેન ફોલિક ની ગોળી ઓ વિશે સમજુતી આપવામાં આવી સિકલેસલ એનિમિયા વિશે સમજુતી આપવામાં આવી વ્યસન ન કરવા તેમજ વ્યસનથી થતાં નુકશાન વિશે સમજૂતી આપવામાં આવી લગ્ન કરવાની ઉંમર વિશે સમજૂતી આપવામાં આવી તેમજ આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમમાં PHC મેડિકલ ઓફિસરશ્રી ડો.હેતલ હઠીલા, ડો.હેતલ ગાંધી, RBSK MO, CHO, લેબ technician અને PHC નો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

Back to top button
error: Content is protected !!