
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
‘ડાંગ દરબાર’ ના ઉદઘાટન સમારોહ આગાઉ આહવાના જિલ્લા સેવા સદન ખાતેથી નીકળેલી રાજવીશ્રીઓની ભવ્ય શોભાયાત્રા દરમિયાન ડાંગ જિલ્લાનું વિશ્વ પ્રસિધ્ધ ‘ડાંગી નૃત્ય’, પાવરી નૃત્ય, માદળ, ભવાડા નૃત્ય, ઉપરાંત અન્ય પ્રાંતના વિખ્યાત નૃત્યોની રમઝટ પ્રજાજનોએ માણી હતી.
આ સાથે ‘ડાંગ દરબાર’ ના ઉદઘાટન કાર્યક્રમ વેળા ‘રંગ ઉપવન’ ના રંગમંચ ઉપર ભાવસભર પ્રાર્થના સાથે ડાંગી નૃત્ય, ગામિત નૃત્ય, ઘુમર નૃત્ય, અને રાસ ગરબાએ પણ પ્રેક્ષકો ની દાદ મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે, ‘ડાંગ દરબાર’ ના વખતે સતત ચાર ચાર દિવસો સુધી સાંજના સાત વાગ્યા થી ‘ડાંગના દરબારીઓ’ ને રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમો માણવા મળે, તેવું આયોજન જિલ્લા વહીવટી તંત્રે ઘડી કાઢ્યું છે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93




