DAHODGUJARAT

દાહોદમાં રોશન સફર વકફ ટ્રસ્ટની ઉમદા કામગીરી, ઇદ પહેલા 200 પરિવારમાં વહેંચી ખુશી

તા.૦૯.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં રોશન સફર વકફ ટ્રસ્ટની ઉમદા કામગીરી, ઇદ પહેલા 200 પરિવારમાં વહેંચી ખુશી

રમજાન માસ ચાલી રહ્યો છે. ત્યારે રોશન સફર વકફ ટ્રસ્ટ દાહોદ દ્વારા કસ્બા જનાબ હાઉસ ખાતે 200 જરૂરિયાતમંદ લોકોને રાશન કિટ વિતરણ કરવામાં આવી હતી. દાહોદ: હાલ મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. ત્યારે મુસ્લિમ બિરાદરો રોઝા રાખી ખુદાની બંદગી કરી રહ્યાં છે. આ પવિત્ર દિવસોમાં અનેક સેવાકિય પ્રવૃતિ કરતા લોકો સેવા કાર્ય કરી રહ્યાં છે દાહોદમાં રોશન સફર વકફ ટ્રસ્ટ દ્વારા રમજાન માસમાં રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાએ 200 મુસ્લિમ પરિવારોને રમજાન માસમાં રાશન કિટ આપી હતી. આ કિટમાં 9 જેટલી વસ્તુઓનો સમાવેશ થાય છે આ સંસ્થા દ્વારા દાહોદમાં છેલ્લા 18 વર્ષથી રમજાન માસમાં રાશન કિટનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે 200 પરિવારને રમજાન માસમાં રાશન કિટ આપી હતી. ટ્રેસ્ટના પ્રમુખ હાજી એજાઝ ખાનએ જણાવ્યું હતું કે, અનેક પરિવાર એવા હોય છે કે જે કોઇ પાસે હાથ લાંબો કરતા નથી. મધ્યમ સ્થિતિ હોય છે દાહોદમા રોશન સફર વકફ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામા આવે છે. જેમા સીવણ ક્લાસીસ, બ્યુટી પાર્લર,સમૂહ લગ્ન અને એજયુકેશન માટે વિદ્યાર્થી ફી, ચોપડા, યુનિફોર્મ વગેરે સેવાકાર્યો કરવામા આવે છે.

Back to top button
error: Content is protected !!