બનાસકાંઠા પાલનપુર બજાર સમિતિ દ્વારા અકસ્માતમાં મરણ થયેલા ખેડૂતોને તેમના વારસદારોને સહાયરૂપ ચેક અર્પણ કરાયા

10 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર નવા માર્કેટયાર્ડ ખાતે આવેલી બજાર સમિતિના કાર્યાલય ખાતે તાલુકાના જે ખેડૂતભાઈ નું અક્સ્માતમાં મરણ થયેલ હોય તેવા કિસ્સામાં એમના ઉચ્ચ વારસદારોને સહાય ચેકો આપી તેમજ ખેડૂત ભાઈઓ દ્વારા ટપક સિંચાઈના નવીન ફુવારા અપનાવેલ જેની સહાયના પણ સાથો સાથ ચેકો આપવામાં આવ્યા, બજાર સમિતિના ચેરમેન શ્રી શામળભાઈ ધરીયા તથા બજાર સમિતિ ની પાંખો સમાન સાથી ડિરેક્ટર શ્રી ઓ ની સૂચક હાજરીમાં લાભાર્થી ખેડૂત ભાઈઓને સહાય ચેકોનું સૌના વરદ્ હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું,
બજાર સમિતિ પાલનપુરના સેક્રેટરી શ્રી હેમુભાઇ લોહ ના માર્ગદર્શન હેઠળ સાથી કર્મચારી આ.સેક્રેટરી શ્રી અરવિંદભાઈ ખસોર તેમજ આ. સેક્રેટરી શ્રી વિનોદભાઈ ચૌધરી તથા આંકડાશાસ્ત્રી દિનેશભાઈ ભટોળ અને ઇન્સ્પેક્ટર દિનેશભાઈ ચૌધરી દ્વારા આ કાર્યક્રમનું સુંદર રીતે વ્યવસ્થા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું,




