MORBI: મોરબીના લાતી પ્લોટ પ્લાસ્ટિક કારખાનામાંથી વિદેશી દારૂની બોટલો સાથે માલીકની ધરપકડ

MORBI : મોરબીના લાતી પ્લોટ પ્લાસ્ટિક કારખાનામાંથી વિદેશી દારૂની બોટલો સાથે માલીકની ધરપકડ.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળેલ કે લાતી પ્લોટ શેરી નં.૨ માં આવેલ મોમાઈ પ્લાસ્ટિકના કારખાનામાં કારખાનેદાર વિદેશી દારૂ ઉતારી તેનું વેચાણ કરતો હોવાની મળેલ બાતમીને આધારે ઉપરોક્ત કારખાનામાં રેઇડ કરી હતી, ત્યારે પોલીસે કારખાનામાંથી વિદેશી દારૂ ગ્રીન લેબલ એર્ક્પોર્ટ વ્હિસ્કીની ૧૨ બોટલ કિ.રૂ.૩,૬૦૦/- ઝડપી લીધેલ હોય, આ સાથે પોલીસે કારખાનેદાર આરોપી ધર્મેશભાઈ અનિલભાઈ મુજારીયા ઉવ.૩૩ રહે.શકત શનાળા વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી, વિદેશી દારૂઅંગે સઘન પૂછતાછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો મોરબીના વાવડી રોડ ઉપર રહેતા સાગર ગોસ્વામી આપી ગયો હોવાનું જણાવતા, પોલીસે તે આરોપીને વોન્ટેડ જાહેર કરી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.






