GUJARATJUNAGADHKESHOD

કેશોદને મળ્યું એક નવું નજરાણું, કેશોદનો નવ નિર્માણ થયેલ બગીચો ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

કેશોદની આન બાન અને શાન એવો બગીચો નવા રંગ રૂપ સાથે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો

કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ દિન દયાળ ઉપાધ્યાય પબ્લિક ગાર્ડન વર્ષો પહેલા આ બગીચા ની જગ્યા જાહેર જનતાના ઉપયોગ માટે દાનમાં આપવામાં આવી હતી અને જે તે સમયે બગીચાનું નિર્માણ થયેલ હતું અને તેમને દિન દયાળ ઉપાધ્યાય પબ્લિક ગાર્ડન એવું નામ કરણ કરવામાં આવેલું હતું પરંતુ ઘણા સમય થી આ બગીચામાં જાહેર જનતા માટે કોઈ જાતની સગવડતાઓ ન હતી જેને લઈને માત્ર મોર્નિંગ વોક માટે જ તેમનો ઉપયોગ થતો હતો સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખ ઘટક હેઠળ વર્ષ ૨૦૧૭-૧૮ ની ગ્રાંટ માંથી પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઉધાનના રૂા. ૩૩૪.૫૦ લાખના કામનું ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ છે.જેમાં કેશોદ નગર પાલિકા ના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા,ચીફ ઓફિસર મુકેશભાઈ વાઘેલા સહીત બહોળી સંખ્યામાં આગેવાનો તેમજ શહેરીજનો હાજર રહ્યા હતા.આ બગીચાની આકર્ષક ડિઝાઇન અને સવિશેષ સુવિધાઓ જોવા કેશોદ વાસીઓ ઉમટી પડયા હતા બગીચો મોટા શહેરોમાં હોય તેવી આધુનિક સગવડતાઓ જાહેર જનતાને મળી રહે તે માટે આધુનિક લાઇટિંગ વાળા ફુવારાઓ, સ્કેટિંગ રિંગ, આધુનિક કેન્ટિન, બાળકો માટે જુદા જુદા પ્રકારની રાઇડ્સ,લોકો બેસી શકે તે માટે સરસ મજાની લોન આઉટડોર જિમ તેમજ ઈન્ડોર જીમ, સિંહ ,હાથી , હરણ વગેરેના સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત અન્યવ સગવડતા નાગરિકોને મળી રહે તે માટે આ આજરોજ બગીચો જાહેર જનતા માટે ખુલો મુકવામાં આવ્યો

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશો

Back to top button
error: Content is protected !!