DAHODGUJARAT

દાહોદ રેલ્વે સ્ટેશન નજીક વેસ્ટન રેલ્વે એમ્પ્લોઈજ યુનિયન ખુલ્લા ગ્રાઉન્ડ માંથી મૃત અવસ્થામાં નવજાત સિશુ મળી આવ્યો

તા.૧૦.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ રેલ્વે સ્ટેશન નજીક વેસ્ટન રેલ્વે એમ્પ્લોઈજ યુનિયન ખુલ્લા ગ્રાઉન્ડ માંથી મૃત અવસ્થામાં નવજાત સિશુ મળી આવ્યો

દાહોદ રેલ્વે સ્ટેશન નજીક આવેલ વેસ્ટન રેલ્વે એમ્પ્લોઈજ યુનિયન ઓફિસની ખુલ્લા ગ્રાઉન્ડની જગ્યામાં કોઈ સ્ત્રીએ પોતાનું પાપ છુંપાવવા બાળકને જન્મ આપી ખુલ્લી જગ્યામાં ફેંકી દેવાની ઘટના દાહોદમાં બનવાં પામી છે.મળતી માહિતી પ્રમાણે દાહોદ રેલ્વે સ્ટેશન નજીક આવેલ યુનિયન ઓફિસ નજીક બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા.જેની જાણ બાળકોએ તે સ્થળ પરથી પસાર થઈ રહેલ રાહદારીને કરતા ત્યારે તેઓને મૃત અવસ્થામાં ખુલ્લી જગ્યામાં પડેલ બાળક જોવા મળતા તેઓએ તાત્કાલિક દાહોદ રેલ્વે રાજકીય પોલિસને જાણ કરાતા રાજકીય રેલ્વે પોલિસના માણસો ઘટના સ્થળે દોડી આવી મૃત અવસ્થામાં પડેલ બાળકના મૃતદેહનો કબ્જો લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સારુ પોસ્ટ મોર્ટમ અર્થે દાહોદ સીવીલ હોસ્પિટલ ખસેડી દાહોદ રેલ્વે સ્ટેશનની આગળ લાગેલ .CCTV કેમેરાની મદદથી અજાણી સ્ત્રીની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવાં મળેલ છે

Back to top button
error: Content is protected !!