BANASKANTHAPALANPUR

પાલનપુરમાં આવેલી ડિવાઈન ટચ ઇન્ટરનેશનલ સ્કૂલ, માધ્યમિક માં ભણતી દીકરીઓને શાળાની ફી. માફ કરી પ્રવેશના નિર્ણય વાલીઓમાં ખુશી.

11 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં આવેલી ડિવાઈન ટચ ઇન્ટરનેશનલ સ્કૂલ, માધ્યમિક માં ભણતી દીકરીઓને શાળાની ફી. માફ કરીપ્રવેશના નિર્ણય વાલીઓમાં ખુશી.પાલનપુર હાઇવે ઉપર આવેલી ડિવાઇન ટચ ઇન્ટરનેશનલ સ્કૂલ નવા વર્ષમાં ધોરણ 9 અને 10 માં ભણતી દીકરીઓને સો ટકા ફ્રી માફ કરી એક નઈ પહેલ કરતા વાલીઓમાં ખુશી જોવા મળી હતી આ નિર્ણય શંકરભાઈ ચૌધરી પણ આવકાર્યો હતોઆ શાળાએ ગુજરાતી માધ્યમ ધો. 9 અને 10માં દીકરીઓને વર્ષ 2025-26માં શાળા ફી 100 % ફ્રી સાથે પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિને કાર્યાન્વિત કરવા શાળા સતત પ્રયત્નશીલ છે.ગત વર્ષમાં પર્યાવરણ સંરક્ષણ સંદર્ભે રાજ્યવ્યાપી એક કાર્યક્રમ ચાલ્યો તેમાં પણ આપેલ યોગદાનની વિગતો વિધાનસભા અધ્યક્ષ મા.શ્રી શંકરભાઈ ચૌધરીને તથા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી મા.શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાને આપતાં તેઓએ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો. કન્યા કેળવણી અને માતૃભાષા સંવર્ધન માટે સંસ્થાએ કરેલા નિર્ણયોને બિરદાવીને ખૂબ શુભેચ્છાઓ પાઠવી.

Back to top button
error: Content is protected !!