GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:શિક્ષણકુંજ ગ્રૂપ દ્વારા રાજ્ય કક્ષાનું ઑનલાઈન કવિ સંમેલન યોજાયું

 

MORBI:શિક્ષણકુંજ ગ્રૂપ દ્વારા રાજ્ય કક્ષાનું ઑનલાઈન કવિ સંમેલન યોજાયું

 

શિક્ષણકુંજ ગ્રૂપના સંચાલકો શ્રી દિનેશભાઈ ચૌહાણ, શ્રી નરેન્દ્રભાઈ કાલરિયા અને શ્રી રાજેશભાઈ ડાભી દ્વારા તા. ૦૯/૦૩/૨૦૨૫, રવિવારના રોજ ગૂગલ મીટના માધ્યમથી ઑનલાઈન કવિ સંમેલન “સૂરસંગમ” માર્ચ – ૨૦૨૫ યોજાયું હતું. આ કવિ સંમેલનમાં ભાગ લેવા માટે ગૂગલ ફોર્મથી રજિસ્ટ્રેશન કરાવવાની તા ૦૯/૦૨/૨૦૨૫ થી તા. ૦૩/૦૩/૨૦૨૫ રાખવામાં આવી હતી.

શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના ઑનલાઈન કવિ સંમેલન “સૂરસંગમ”ના અધ્યક્ષ પદ્મશ્રી ડૉ. નારાયણ જોશી ‘કારાયલ’, અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – ઈડરના સિનિયર લેક્ચરર ડૉ. નિષાદ ઓઝા, પ્રેરક ઉપસ્થિતિ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા ડૉ. રમેશ ભટ્ટ ‘રશ્મિ’, શિક્ષક અને લોકસાહિત્યકાર શ્રી ભગવતદાન ગઢવી, ડી.ડી. ન્યૂઝ ચેનલના મોરબી જિલ્લાના પ્રતિનિધિ શ્રી મહેન્દ્રસિંહ જાડેજા ઑનલાઈન ઉપસ્થિત રહ્યા હતા અને કવિ સંમેલનને અનુરૂપ પ્રેરક પ્રવચન આપીને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. સૂરસંગમ કવિ સંમેલનમાં ગુજરાત રાજ્યના જુદાં જુદાં જિલ્લાના નવોદિત કવિઓ અને કવયિત્રીઓએ ભાગ લીધો હતો અને પોતાની સ્વરચિત કવિતાઓ, ગઝલો તથા બાળગીતોનું ગાન અને પઠન કર્યું હતું. કાર્યક્રમના અંતે શિક્ષણકુંજના સંચાલકોએ આભારવિધિ કરી હતી. આ સમગ્ર ઑનલાઈન કવિ સંમેલનનું સંચાલન લેખિકા, કવયિત્રી અને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા ડૉ. કોમલબેન સચદેએ કર્યું હતું. ભાગ લેનાર તમામ કવિઓ અને કવયિત્રીઓને ડિજિટલ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. પદ્મશ્રી ડૉ. નારાયણ જોશી ‘કારાયલ’જીએ ઑનલાઈન કવિ સંમેલન યોજવા બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો અને શિક્ષણકુંજ દ્વારા દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમો યોજાતા રહે તેવો સૂર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી લહેરિકાંતભાઈ ગરવા અને ભાવિનભાઈ જોશીએ પણ સહકાર આપ્યો હતો.

Back to top button
error: Content is protected !!