GUJARATMEHSANAVISNAGAR

રાજ્ય કક્ષાના વિશ્વ ગ્રાહક અધિકાર દિનની ઉજવણી વિસનગર ખાતે કરવામાં આવશે

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરાશે

વાત્સલ્યમ્ સમાચાર,બળવતસિંહ ઠાકોર,વિસનગર

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં ગ્રાહક સુરક્ષા જાગૃતિ અંતર્ગત રાજ્યકક્ષાના વિશ્વ ગ્રાહક અધિકાર દિનની ઉજવણી પટેલ વાડી ખાતે કરવામાં આવશે તારીખ ૧૫ મી માર્ચ ૨૦૨૫ ના રોજ,

આરોગ્ય પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ કાયદો ન્યાયતંત્ર મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ ની અધ્યક્ષતામાં ૧૫/૦૩/૨૦૨૫ શનિવારના બપોરે ૨ : ૩૦ કલાકે પટેલ વાડી ટાવરના ઢાળમાં સવાલા દરવાજા વિસનગર ખાતે વિશ્વ ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કરવામાં આવશે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ તેમજ સાંસદ શ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેવાના છે . દર વર્ષે “વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ” અંગે એક થીમ પ્રસિધ્ધ કરવામાં આવે છે. આ વર્ષે નક્કી થયેલ થીમ છે. “A Just transition to sustainable lifestyles”
ટકાઉ જીવનશૈલી માટે એક માત્ર સંક્રમણ છે.

અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ તેમજ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતોની કચેરી ,ગાંધીનગર તેમજ વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જાહેર જનતાને કાર્યક્રમમાં નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે એમ જિલ્લા પુરવઠા અધિકારી બીરેનભાઈ પટેલે જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!