મર્ડરના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી લાઠી પોલીસ ટીમ

લાઠી પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાં થયેલ મર્ડરના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી લાઠી પોલીસ ટીમ
રહે. શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ શરીર સબંધી તથા મીલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે ખાસ સુચના આપેલ હોય જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ, પોલીસ અધિક્ષક, જી.અમરેલીનાઓએ તેમજ શ્રી ચીરાગ દેસાઈ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી તથા શ્રી નયના ગોરડીયા સાહેબ, I/c નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓએ આ બાબતે જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને,લાઠી પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાં આવેલ ખોડીયાર નગર, કેરીયા રોડ ઉપર મર્ડરનો બનાવ બનેલ હોય જે કામની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીની દિકરી રેહાનાને તેના સસરા કરીમભાઈ રેહાનાનો હાથ તેમની દુકાનમા કોઈ છોકરો બથ ભરીને ઉભો હોય તે જોઈ ગયેલ હોય જે વાતની જાણ તેના પતિ ગુલાબને થયેલ હોય જે બાબતે ફરીયાદીની દિકરી રેહાના તથા જમાઈ આરોપી ગુલાબ વચ્ચે બોલાચાલી થયેલ હોય અને આરોપી ગુલાબે કહેલ હોય કે મારે રેહાના સાથે છુટાછેડા લઈ લેવા છે પરંતુ ત્યારબાદ ફરીયાદી તથા સાહેદોએ આરોપી ગુલાબને સમજાવતા તે સમજી ગયેલ હોય અને તે બાબતેનુ સમાધાન થઈ ગયેલ હોય અને ગઈ કાલ તા.૧૪/૦૩/૨૦૨૫ ના રોજ ફરીયાદી ભાવનગર જવા નિકળેલ હોય અને આરોપી ગુલાબે તેના પિતા કરીમભાઈને પેટ્રોલ લેવા મોકલેલ હોય અને તે દરમ્યાન મરણજનાર રેહાના તથા આરોપી ગુલાબ બન્ને ઘરે એકલા હોય તે દરમ્યાન આરોપી ગુલાબે ફરીયાદીની દિકરી રેહાનાને તિક્ષ્ણ હથિયાર છરાના ઘા ગળાના ભાગે તથા પેટના ભાગે તેમજ શરીરના અન્ય ભાગો ઉપર મારીને રેહાનાને શરીરે ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી મે.અધિક જીલ્લા મેજી.સા. અમરેલી નાઓના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા વિ. બાબતે લાઠી પો.સ્ટે. પાર્ટ-A FIR NO. ૧૧૧૯૩૦૩૪૨૫૦૦૬૫/૨૦૨૫ BNS ક.૧૦૩(૧), તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબનો ગુન્હો રજી. થયેલ હતો.
સદરહું ગુનાના આરોપીને ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડી પકડાયેલ ઈસમ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.ત્યારે આરોપી
ગુલાબભાઈ કરીમભાઈ સમા ઉ.વ.૩૨ ધંધો.કડીયાકામ રહે. ખોડીયાર નગર, કેરીયા રોડ, તા.લાઠી જી.અમરેલી પકડી પાડેલ છે





