લીલીયા ના પુનળીયા(દાડમા) પ્રા.શાળામાં શાળા શતાબ્દિ મહોત્સવ ની ઉજવણી કરાઈ

રિપોર્ટર.. ઇમરાન ખાન પઠાણ લીલીયા
લીલીયા ના પુનળીયા(દાડમા) પ્રા.શાળામાં શાળા શતાબ્દિ મહોત્સવ ની ઉજવણી કરાઈ
લીલીયા તાલુકાના પુતળીયા ગામની પ્રાથમિક શાળા ખાતે તારીખ ૧૧-૩-૨૦૨૫ ના રોજ શાળાની સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. શાળામાં રાત્રિના સમયે યોજાયેલ આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી રમીલાબેન ભીખાભાઈ ધોરાજીયા, તાલુકા પ્રમુખ શ્રી, નાયબ મામલતદાર શ્રી એ.કે. પરમાર, બી.આર.સી. અભિષેકભાઈ ઠાકર, કેનિ શિક્ષણ ડો. અલ્પેશભાઈ પંડયા વગેરે ઉપસ્થત રહેલ હતા.વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોની હાજરીમાં શાળા બાળકોએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરેલ હતા.આ કાર્યક્રમમાં શાળામાં નિયમિત દાન કરનારા દાતાઓ સર્વ શ્રી ડો.ભીખુભાઈ ધાનાણી, મનિષભાઈ ધાનાણી, રાહુલભાઈ રાદડિયા,લાલજીભાઈ ધાનાણી, દેવરાજભાઈ ખાંભલિયા, ગામની સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી શાંતિભાઈ ધાનાણી નંદલાલભાઈ ધાનાણી, વિસામણભાઈ ખાંભલીયા,દાડમા દાદા રામધૂન મંડળના સભ્યો કેતનભાઈ ધાનાણી, કલ્પેશભાઈ માંદળિયા, ઈરફાનભાઈ સૈયદ વગેરેનું સન્માન કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં પૂર્વ સરપંચ શ્રી આનંદભાઈ ધાનાણી શાળાના આચાર્ય સંજયભાઈ ખેર, જયેશભાઈ જોષી, મનિષાબેન સુરાણી, વિશાલભાઈ ગઢિયા, સર્વજીતભાઈ જાની, અલ્પેશભાઈ ઠુંમર વગેરેએ જહેમત ઉઠાવી હતી તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે





