RSPL-પ્લાસ્ટીક હટાવ અને સામાનઘર સેવાઓ

ફુલડોલમાં ઘડી ડીટર્જન્ટની અનોખી સેવા
જામનગર (ભરત ભોગાયતા)
સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર દ્વારકામાં ફુલડોલ ઉત્સવ – 2025 (ફાગણી પૂનમ) નિમિતે અનેક યાત્રાળુઓ અને પદયાત્રીઓ ભગવાન શ્રીદ્વારકાધીશ ના દર્શનાર્થે આવી રહ્યા હતા.ત્યારે દ્વારકાના કુરંગા સ્થિત RSPL ઘડી કંપની ના RSPL વેલ્ફેર ફાઉન્ડેશન અંતર્ગત અને GPCB જામનગરના સયુંકત ઉપક્રમે “પ્લાસ્ટિક ના કચરાનો સંગ્રહ” કરવાની કામગીરી કરવામાં આવી હતી. તથા આવતા યાત્રાળુઓ ને પ્લાસ્ટિક નો વપરાશ ન કરવા જાગૃતિ આપવામાં આવી હતી તેમ વિગતો આપતા RSPL ના અધિકારી શ્યામ લાડવાએ ઉમેર્યુ હતુ કે ફૂલડોલ ઉત્સવ – 2025 (ફાગણી પૂનમ) નિમિતે અનેક યાત્રાળુઓ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશ ના દર્શનાર્થે આવી રહ્યા છે ત્યારે કુરંગા સ્થિત RSPL ઘડી કંપની ના 60 જેટલા કર્મચારીઓ એ સ્વયંસેવક તરીકે દ્વારકાધીશ મંદિરના સમાન ઘર ખાતે આવનાર પદયાત્રીઓ/યાત્રાળુઓની સેવા માટે 4 દિવસ સુધી સતત ખડે પગે સેવા આપી હતી. મંદિર પ્રશાસન અને સ્થાનિક આગેવાનો એ ઘડી કંપની તથા તેમના કર્મચારીઓની આ સરાહનીય સેવાઓને બિરદાવી હતી.







