BHARUCHBHARUCH CITY / TALUKO

સી.આર. પાટીલના જન્મદિવસની ભરૂચમાં ઉજવણી:સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફળ વિતરણ, ડેરા તલાવડી સેવા વસ્તીમાં કાર્યક્રમનું આયોજન

સમીર પટેલ, ભરૂચ

ભરૂચમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા ભાજપ અધ્યક્ષ પ્રકાશ મોદી અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમો યોજાયા હતા. સિવિલ હોસ્પિટલમાં સેવાયજ્ઞ સમિતિ ખાતે રહેતા નિરાધાર લોકો અને દર્દીઓને ફળ વિતરણ કરવામાં આવ્યું હતું.
મકતમપુર અને ભોલાવ પંચાયત વિસ્તારમાં આવેલા ડેરા તલાવડી સેવા વસ્તી ખાતે પણ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, યુવા મોરચાના પ્રમુખ વૃષભ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!