BHARUCHBHARUCH CITY / TALUKO
અંકલેશ્વરમાં ત્રીજા દિવસે પણ આગની ઘટના:નોબલ માર્કેટના રસાયણિક કચરામાં ફરી આગ લાગતા દોડધામ, બે દિવસ પહેલા પણ લાગી હતી આગ


સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરમાં નેશનલ હાઇવે 48 પર આવેલા નોબલ માર્કેટમાં સતત ત્રીજા દિવસે આગ લાગવાની ઘટના બની છે. રસાયણિક કચરામાં લાગેલી આગને કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા.
બે દિવસ પહેલા જ્યાં સ્ક્રેપના 8 ગોડાઉનમાં આગ લાગી હતી, તે જ સ્થળે ફરી આગ લાગવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.
આ ઘટના અંગે અનેક સવાલો ઉભા થયા છે. રસાયણિક કચરો કોઈએ જાણી જોઈને સળગાવ્યો છે કે આકસ્મિક રીતે આગ લાગી છે તે તપાસનો વિષય બન્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સતત આગ લાગવાની ઘટનાઓને કારણે અંકલેશ્વરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.




