
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

ખેરગામમાં આવેલ દશેરા ટેકરી પર મહાત્મા ગાંધી સર્કલ હવે 2ઓક્ટોબર સાફ-સફાઈ જોવા મળતી હોય છે અને ત્યારે જ નેતા ફૂલ હાર દોરા કરી ફોટાઓ પડાવતા જોવા મળે છે ત્યારબાદ કોઈ તંત્ર કે નેતા ધ્યાન આપતા નથી સર્કલ પરથી અનેકવાર અધિકારીઓ ધારાસભ્યો તાલુકા પ્રમુખ સરપંચશ્રી ટીડીઓ મામલદાર પણ અહીંથી પસાર થતા હશે પરંતુ મહાત્મા ગાંધી સર્કલ પર આવા જાહેરાતના બોર્ડ તથા બેનરો જોઈને પણ આખ આદા કાન કરી જતા હોય એવું લાગી રહ્યું છે મહાત્મા ગાંધી સર્કલ પર છેલ્લા કેટલાય સમયથી મહાત્મા ગાંધી સર્કલના ચારે બાજુ જાહેરાતના બેનરો લગાવી સર્કલના જાણે સ્પેશીયલ જાહેરાત માટે આ સર્કલ બનાવવામાં આવ્યો હોય એવું પ્રતિત થઈ રહ્યું છે હવે તો ગાંધીજીના પૂતળાની આ જુબાજુમાં પણ બેનરો બાંધવામાં આવી રહ્યા છે આ મહાત્મા ગાંધી સર્કલના ફરતે બોડ તથા બેનરો લગાવવાનું કેટલુ યોગ્ય ગણાતું હશે આ બાબતે તંત્ર શુ પગલાં લેશે એ જોવાનું રહ્યું



