BANASKANTHAGUJARAT

રાધનપુર પ્રજાપતિ છાત્રાલય ખાતે શ્રી પ્રજાપતિ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૬ મો ઈનામ વિતરણ/સ્નેહ મિલન સમારંભ યોજાયો..

રાધનપુર પ્રજાપતિ છાત્રાલય ખાતે શ્રી પ્રજાપતિ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૬ મો ઈનામ વિતરણ/સ્નેહ મિલન સમારંભ યોજાયો..

રાધનપુર પ્રજાપતિ છાત્રાલય ખાતે શ્રી પ્રજાપતિ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૬ મો ઈનામ વિતરણ/સ્નેહ મિલન સમારંભ યોજાયો..

નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર આવેલ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલયના પટાંગણમાં શ્રી પ્રજાપતિ પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૬ મો સરસ્વતી સન્માન સમારંભ તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ અને સ્નેહ મિલન સમારંભ સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના પ્રમુખ અનિલભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને ઉદ્ઘાટક અશોકભાઈ પ્રજાપતિ,વિશેષ ઉપસ્થિતિ એમ.એન.કોલેજ વિસનગર ના રિટાયર્ડ પ્રોફેસર ઈશ્વરભાઈ ઓઝા,અતિથિ વિશેષ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુરનામંત્રી નથુભાઈ પ્રજાપતિ સહીત શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ-મંત્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ તા.૧૬/૦૩/૨૦૨૫ ને રવિવાર ના રોજ યોજાયો હતો.દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.નરેશભાઈ પ્રજાપતિ એ શાબ્દિક શબ્દો દ્વારા પ્રમુખ વેલજીભાઈ પ્રજાપતિ, ત્રિભોવનભાઈ પ્રજાપતિ સરકારપુરા સહિત ટ્રસ્ટીઓએ ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.ધો.- ૫ થી ૧૨ સુધી ૧ થી ૩ નંબર મેળવનાર ૨૦ વિધાર્થીઓ, બી.એ.સેમ.-૬ થી એમ.બી.એ. સુધી અભ્યાસ કરી ઉચ્ચ ટકા મેળવનાર ૨૩ વિધાર્થીઓ સહીત ૫૯ વિધાર્થીઓને દાતાઓ દ્વારા શિલ્ડ આપી સન્માન કરેલ.શ્રી પ્રજાપતિ યુવા સંગઠન રાધનપુર ના પ્રમુખ પિનાકીનભાઈ પ્રજાપતિના અથાગ પ્રયત્નોથી મેંગા બ્લડ ડોનેશન કેમ્પમા ૫૧ રક્તદાતાઓ રક્ત ડોનેટ કર્યું ત્યારે દરેક ડોનરોને આકર્ષક ગિફ્ટ અને ૧૨૫ ડઝન ચોપડા રાહત દરે આપવામાં આવેલ. વિધાર્થીઓને ચાંદીના સિક્કા નરેશભાઈ પ્રજાપતિ-પાટણ, માધુભાઈ પ્રજાપતિ-ચલવાડા, ધીરજભાઈ પ્રજાપતિ વિરનગર સહીત અનેક દાતાઓ તરફથી ઈનામ આપવામાં આવ્યા હતા. જીયા સુરેશભાઈ,માહી કનુભાઈ એ પ્રતિભાવો રજુ કર્યા હતા. પ્રાસંગિક પ્રવચન કરતા અનિલભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આઝાદીના ૭૫ વર્ષ થયા છતાં ગુજરાતમાં પ્રજાપતિ સમાજનો એક પણ દીકરો કે દીકરી ડાયરેક આઈ. એસ.કે આઈ.પી.એસ.નથી થયા પણ પ્રમોશનથી થયા છે.આપણા સમાજની ત્રીજા નંબરની વસ્તી હોવા છતાં પણ ફક્ત આપણા ત્રણ ધારાસભ્યો દલસુખભાઈ પ્રજાપતિ,ગોવિંદભાઈ પ્રજાપતિ, ભાઈલાલભાઈ પ્રજાપતિ(વરિયા) અને અડધી ટ્રમ માટે સંસદ સભ્ય દિનેશભાઈ અનાવાડીયા બન્યા આપણો સમાજ આઈ.એસ.માં જીરો સંસદમાં જીરો વિધાન સભામાં જીરો આપણી જોડે બધું જ છે પણ આપણે કંઈ કર્યું નથી એનું દુઃખ છે.કાર્યક્રમનું સફળ સંચાલન રમેશભાઈ પ્રજાપતિ (શિલ્પી -બુરેઠા)એ જ્યારે આભાર વિધિ કારોબારી સભ્ય ડૉ.સુરેશભાઈ પ્રજાપતિએ કરેલ.ભોજન પ્રસાદ સ્વ.કાંતાબેન ડી.પ્રજાપતિ વારાહી પરિવારના અશોકભાઈ અને નરેન્દ્રકુમાર પ્રજાપતિ તરફથી આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે શ્રી વાવ- થરાદ ચાર પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ સેંધાભાઈ પ્રજાપતિ,શ્રી આઠ પરગણા વઢિયાર પ્રજાપતિ સમાજ ગાંધીધામના ખજાનચી રમેશભાઈ એચ.પ્રજાપતિ, રાધનપુર પરગણા પ્રજાપતિ સમાજના નવીન પ્રમુખ પાંચાભાઈ પ્રજાપતિ ધરવડી,મંત્રી દેવરામભાઈ વાવડીયા,કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા,મણિલાલ પ્રજાપતિ બંધવડ, કનુભાઈ પ્રજાપતિ જાવંત્રી, નાનજીભાઈ પ્રજાપતિ શિક્ષક, પ્રહલાદભાઈ પ્રજાપતિ અરજણસર,દશરથભાઈ પ્રજાપતિ,વિમલભાઈ પ્રજાપતિ થરા સહિત વિશાળ સંખ્યામાં પ્રજાપતિ સમાજ હાજર રહી ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!