
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય જલ શક્તિ મંત્રી અને યશસ્વી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબના જન્મદિવસ પર મફત મેડિકલ કેમ્પ નું વાંસદા તાલુકા ના સીતાપુર ખાતે આવેલ અંબા માતા ના મંદિર પાસે ગુજરાત રાજ્ય આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષભાઇ પટેલની અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અસંખ્ય લોકો આ મફત મેડિકલ કેમ્પનું લાભ લીધો હતો.
આ પ્રંસગે વાંસદા તાલુકા સંગઠન પ્રમુખ સંજયભાઈ પટેલ, મહામંત્રી રાકેશભાઈ શર્મા, પુર્વ પ્રમુખ મુકેશભાઈ પટેલ, પુર્વ પ્રમુખ શાંતુભાઇ ગાંવિત, ઉપપ્રમુખ પ્રદ્યુમ્નસિંહ સોંલકી, મહામંત્રી કિરણભાઈ, વિનુભાઈ અને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાશ્રીઓ હાજર રહ્યા હતા. આજુ બાજુ ના ગ્રામજનો દ્વારા ઉત્સાહ થી ભાગ લીધો હતો અને સાથે ભોજન કરીને છુટા પડ્યા હતા




